•સુનસર ધોધ પર પ્રવાસીઓના જાન-માલની રક્ષા માટે પોલીસ પોઇન્ટ મુકવા માંગણી
• ધોધમાં ગાંધીનગર અને અમદાવાદના પ્રવાસીઓ મજા માણતાં હતા ને બે કારના કાચ તોડી તસ્કરોએ મોબાઈલ અને કિંમતી સામાનની ચોરી કરી
ભિલોડા:(અપના મિજાજ ન્યુઝ- બ્યુરો)
અરવલ્લી જિલ્લાના ભિલોડાના સુનસર ગામે ચોમાસાની ઋતુમાં અરવલ્લીની ગીરીમાળાઓમાંથી વહેતા નયનરમ્ય પ્રાકૃતિક સુનસર ધોધનો નજારો જોવા માટે ગુજરાત માંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે તહેવાર અને રાજાઓના દિવસોમાં હજ્જારો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે સુનસર ધોધના પાર્કિંગમાં કાર પાર્ક કરી પરિવારો અને મિત્રો લુપ્ત ઉઠાવતા હોય છે ત્યારે અમદાવાદના એક અને ગાંધીનગરના પરિવારની પાર્ક કરેલી કાર અને ગાડીના કાચ તોડી મોબાઈલ અને કિંમતી સામાનની ચોરી કરી કાચ તોડ ગેંગ રફુચક્કર થઇ જતા બંને પરિવારના લોકો મુસીબતમાં મુકાયા હતા. સહેલાણીઓએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.
અરવલ્લી જીલ્લામાં તસ્કર ટોળકી, શટર તોડ ગેંગના તળખળાટ વચ્ચે હવે ગાડીઓના કાચ તોડી ચોરી કરતી કાચ તોડ ગેંગ સક્રિય થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે રવિવારે સુનસર ધોધમાં નાહવાની લુપ્ત ઉઠાવવા અને પ્રાકૃતિક સૌંદર્યનો લ્હાવો માણવા અમદાવાદ અને ગાંધીનગરથી અનેક સહેલાણીઓ ખાનગી કાર અને ગાડી મારફતે પહોંચ્યાં હતા વાહનો પાર્કિંગમાં પાર્ક કરી ધોધની મજા માણી પરત આવેલા સહેલાણીઓ કાર અને ગાડીના કાચ તૂટેલા અને કારમાં રહેલા મોબાઇલ અને કિંમતી સમાન ચોરી થયાની જાણ થતા જ બેબાકળા બની ગયા હતા ધોળા દિવસે પાર્કિંગમાં પાર્ક કરેલ ગાડીઓના કાચ તોડી ચોરી થતા પ્રવાસીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો. કારના કાચ તોડ ગેંગનો ભોગ બનેલા પ્રવાસીઓ ભિલોડા પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોધાવવા તજવીજ હાથધરી હતી.ભિલોડા પોલીસે સુનસર ધોધ સહીત આજુ-બાજુ પંથકમાં તપાસ હાથ ધરી હતી.