Apna Mijaj News
Other

કડીના ટાવરે લગાવેલો તિરંગો ચર્ચાના ચગડોળે

     દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ અનોખી રીતે ઉજવવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. દેશભરના કરોડો નાગરિકોના હૃદયમાં દેશદાઝનો સાગર ઘુઘવાટા મારતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ હર ઘર તિરંગાના આહવાન પછી નાનામાં નાના રાજકીય કાર્યકરોથી માંડી મોટા ગજાના નેતાઓ પણ તિરંગાનું વેચાણ કરવાના કામે લાગી ગયા છે. આઝાદી દિવસને માત્ર ગણતરીનો સમય બાકી છે ત્યારે કાર્યકરો ટાર્ગેટ પૂરો કરવા માટે રાત દિવસના ઉજાગરા કરતા જોવા મળી રહ્યા છે.
      જોકે આ બધા વચ્ચે ક્યાંક ને ક્યાંક તિરંગાનું અપમાન થતું પણ જોવા મળ્યું હોવાના દાખલા સામે આવ્યા છે. દિલ્હીથી થયેલા ફરમાનને નિભાવવા માટે સૌ કોઈ લોકો ઉત્સાહભેર તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા લગાવીને પોતાની દેશભક્તિ છતી કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ઉત્સાહનો અતિરેક પણ જોવા મળતો હોવાનું સામે આવ્યું છે. કડી નગરપાલિકા દ્વારા કડીકર ટાવર ઉપર તિરંગો લહેરાવવાની જગ્યાએ લબડાવી દેવામાં આવ્યો છે. જે કડી શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ ટાવર ઉપર લબડાવી દેવામાં આવેલા તિરંગામાં અશોક ચક્રનું ચીહ્ન પણ નથી જેને લઈને દેશભક્તિથી તરબર લોકો આશ્ચર્ય સાથે રોષ પણ પ્રગટ કરતા જોવા મળ્યા હતા.
       કહેવાય છે કે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સરકાર તરફથી રાષ્ટ્રધ્વજને લઈને અમુક નીતિ નિયમોમાં ફેરફાર કર્યા છે. સંભવત કડીના ટાવર ઉપર લબડાવી દેવામાં આવેલો તિરંગો પણ એ નીતિ નિયમની વ્યાખ્યામાં આવતો હશે. અને એટલે જ કદાચ અશોક ચક્રના ચિન્હ વગરના તિરંગાને હવામાં લહેરાવવાની જગ્યાએ લબડાવી દેવામાં આવ્યો છે. જોકે સરકારના મોટાભાગના નીતિ નિયમ જનતામાંથી આવતા સૌ કોઈ જાણતા નથી હોતા એટલે કદાચ તેમને અહીં લબડાવી દેવામાં આવેલા તિરંગામાં ખામી દેખાઈ રહી છે. પરંતુ “અપના મિજાજ ન્યુઝ” દ્વારા પાલિકા પ્રમુખ ભરત પટેલને આ અંગેની જાણકારી મેળવવા તેમના મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરતાં તેઓએ કહ્યું હતું કે આ રાષ્ટ્રધ્વજ નથી, તિરંગો છે. અશોક ચિન્હ લાગેલું હોય તેને રાષ્ટ્રધ્વજ કહી શકાય અને તેના જે ત્રણ કલર છે તે લાઈનમાં જ લહેરાવવામાં આવતો હોય છે. તેવું કહીને તેઓએ તિરંગાના અપમાન બાબતને સ્પષ્ટ કરી હતી. જોકે અહીં તિરંગાનું અપમાન થઈ રહ્યું છે કે નહીં? તે પ્રશ્ન ઉત્સાહના અતિરેકમાં મહાલતા લોકો જ આપી શકશે.

Related posts

ડીંગુચા સહિત કલોલ તાલુકાના પાટીદાર સમાજમાં શોકનો માહોલ: અમેરિકા બોર્ડર પર એક જ પરિવારના ચાર લોકોના મોત

ApnaMijaj

ભારત વિ ન્યુઝીલેન્ડ: રોહિત શર્માની સદી તો શુભમન ગિલ બન્યો રન મશીન, જાણો ન્યુઝીલેન્ડ વનડે સીરીઝમાંથી ટીમ ઈન્ડિયાએ શું મેળવ્યું?

Admin

નવો મોબાઇલ ખરીદવાના હોય તો જરૂર વાંચો! આ સ્માર્ટફોન્સ ફેબ્રુઆરીમાં થઇ રહ્યાં છે લોન્ચ, તમારા બજેટમાં કયો ફોન થશે ફીટ

Admin

Leave a Comment

error: Content is protected !!