•રાજ્ય ગૃહ મંત્રી તલ સ્પર્શિત તપાસ કરાવે અને આરોપી સામે આંકડા પગલા ભરાવે તેવી માંગ
જે.પી. વ્યાસ (અપના મિજાજ ન્યુઝ- પાટણ)
પાટણના સરસ્વતી તાલુકાના કોઇટા ગામે શાળાએ જતી વિદ્યાર્થીની પર વાણા ગામના પુલ નજીક તેમના જ ગામના ઇસમે કોઈ વાંક ગુના વગર બોલયા ચાલ્યા વગર નીચે પાડી દઈ પીઠ પાછળ છરીનો ઘા મારી જાતિવિષયક અપમાનીત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો . ઇજા ગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
પાટણના સરસ્વતી તાલુકાના કોઇટા ગામે આજે શનિવારે સવારે ધો 10 માં અભ્યાસ કરવા માટે જઇ રહેલ તેજલ વિરચંદભાઈ પરમાર ઉ .વ 15 , રહે વાણા ,તા.સરસ્વતી નામની વિદ્યાર્થીનીને રસ્તામાં તેમના જ ગામનો ઠાકોર જીવણ ઉર્ફે જેટિયો લાડજીજી નામના શખ્સે તેને નીચે પાડી દઈ પીઠ પાછળ છરીનો ઘા માર્યા હતાં. ઘટના સમયે વિદ્યાર્થીનીની બહેન લીલા ત્યાં આવી જતા આરોપીએ જાતિવિષયક અપમાનીત શબ્દો બોલી આજે બચી ગઈ છે પરંતુ હવે પછી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો .ઇજા ગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર માટે પ્રથમ જંગરાલની સરકારી હોસ્પિટલમાં બાદમાં વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી .વિદ્યાર્થીનીના પિતા વિરચંદભાઈ પરમારે દીકરી પર થયેલ ખૂની હુમલા સામે વાગદોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે .