Apna Mijaj News
પ્રશંસાપાત્ર કાર્ય

મહેસાણામાં બ્રહ્મ સમાજના અગ્રણીને જન્મ જયંતી નિમિત્તે અનોખી શ્રદ્ધાંજલિ

મહેસાણા સહિત ગુજરાતભરના બ્રાહ્મણોને સંગઠિત કરવામાં આપ્યું હતું મહત્વનું યોગદાન

•સ્વ. કમલેશ પોપટલાલ વ્યાસની જન્મ જયંતી નિમિત્તે બ્રહ્મસમાજે કર્યું આયોજન

• મહેસાણાના યુવા અગ્રણી પિયુષ વ્યાસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બ્રહ્મબંધુ ઉમટી પડશે

ભૂમિ સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)

     મહેસાણા શહેર તેમજ સમગ્ર જિલ્લાના બ્રાહ્મણો સંગઠિત થાય તે માટે ભગીરથી કાર્ય કરનાર અહીંના યુવા અગ્રણીની જીવનપર્યત કામગીરી અસ્મરણીય છે. સમયના સથવારે ચાલતા ચાલતા સમાજ ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહી, રાજ્યભરના બ્રાહ્મણો સંગઠિત બની ગુજરાત તેમજ દેશભરમાં પ્રતિષ્ઠા ભર્યું નામ- સન્માન પામે તે માટે ગુજરાત રાજ્યના ખૂણે ખૂણામાં પ્રવાસ કરી, બ્રહ્મ સમાજના લોકો સાથે વાર્તાલાપ કરી ‘સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા) મુખ્ય સંગઠક પદે રહી બ્રાહ્મણોને એક તાંતણે બાંધવાનું કાર્ય કરનાર સ્વ. કમલેશભાઈ પોપટલાલ વ્યાસને આગામી તા. 23 જુલાઈના મહેસાણામાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવા માટેનું આયોજન તેમની જન્મ જયંતીના દિવસે કરવામાં આવ્યું છે.

    સમાજ રત્ન સ્વ. કમલેશ વ્યાસના લઘુ બંધુ સમાન મહેસાણા બ્રહ્મ સમાજના યુવા અગ્રણી પિયુષ વ્યાસ અને તેમની યુવા ટીમ સાથે બ્રહ્મ સમાજના અનેક નામી અનામી ભાઈ બહેનોના સથવારે આગામી તા. ૨૩ જુલાઈના બ્રહ્મ સમાજના કોહીનૂર સ્વ. કમલેશભાઈ પોપટલાલ વ્યાસ (વિસનગર-મહેસાણા) ની જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરી તેમને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવનાર છે. આયોજન મુજબ મહેસાણા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મહેસાણા તેમજ અન્ય તમામ ભૂદેવો, વિદ્યાર્થીઓ અને મહર્ષિ એપના લાભાર્થીઓ માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં બપોરે 1 થી 4:00 વાગ્યા સુધી જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 500 થી વધુ ઉમેદવારો ભાગ લેનાર છે. જે બાદ સાંજે 4:30 થી 07:30 સુધી પ્રતિભા સંપન્ન 350 થી વધુ વિદ્યાર્થીઓને સન્માન પત્ર, ટ્રોફી અને એક ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવશે. તદુપરાંત વિશેષ પદવી મેળવનાર 26 જેટલા સમાજ રત્નોનું સન્માન કરવામાં આવશે.
   કાર્યક્રમની રૂપરેખા મુજબ સાંજે 8:30 વાગે સામાજિક અને કોમેડી નાટક ‘આનું નામ ખાનદાની’ રજૂ કરવામાં આવશે. નાટકની વિશેષતાએ છે કે દર્શકો આમાં પેટ પકડીને હસી પડે અને ક્ષણો બાદ આંખમાંથી અશ્રુધારા પણ વહી જાય તેવી સામાજિક સમજણ નાટકમાં દર્શાવવામાં આવી છે. કાર્યક્રમ અંગેના પાસ તેમજ અન્ય જાણકારી માટે નાગરિક સહાયતા કેન્દ્ર-વ્યાસજી પ્રા.લી.૩-૪ બીજો માળ જિન કૃપા કોમ્પ્લેક્સ, ડોસાભાઇ ધર્મશાળા પીલાજી ગંજ ખાતે સંપર્ક સાધવા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

સમાજ સેવકે જીવનના અંત સુધી આપેલું યોગદાન સદાય ચિરંજીવી રહેશે

        સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા)ના મુખ્ય સંગઠક રહેલા સ્વ. કમલેશભાઈ પોપટલાલ વ્યાસે પોતાના જીવનકાળ દરમિયાન સમાજ ઉત્થાન અને સંગઠન માટે આપેલું યોગદાન સદાય મીઠું સંભારણું બની બ્રહ્મ સમાજના ભાઈ બહેનોને પ્રેરણા આપતું રહેશે. એટલું જ નહીં તેઓએ સમાજ સંગઠનની સાથો સાથ અનેકવિધ યોજના થકી સમાજના ભાઈ બહેનો, માવતર સમાન વડીલો, યુવાઓ અને બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય, તેમના માટે કેવા લાભદાયી કાર્યો કરી શકાય તે અંગેના ખૂબ જ ઊંડા વિચારો સમાજના અન્ય આગેવાનો સમક્ષ મૂકી સમાજના સર્વાંગી વિકાસ માટે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી સદા ચિરંજીવી રહેશે તેવી સમસ્ત બ્રહ્મ સમાજના અનેક પરિવારજનો આશા વ્યક્ત કરી છે. મહેસાણામાં તેમની જન્મ જયંતી નિમતે અનોખી શ્રદ્ધાંજલિનું જે આયોજન કરવામાં આવ્યું છે તે તમામ આયોજકોને પણ ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

Related posts

ગાંધીનગર એસપીના હસ્તે થયું ઉમદા કાર્ય

ApnaMijaj

મ્યુ. શાળામાં ‘આઝાદીકા અમૃત મહોત્સવ’

ApnaMijaj

ગાંધીનગરનું સખી વન સ્ટોપ, ‘માધુરી’ ભર્યું ઘર!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!