•અનેક દુખિયારા અને જરૂરિયાત મંદ લોકો માટે તેમને લોકો દીનાનાથ’ પણ કહી રહ્યા છે
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ-અમદાવાદ)
મહેસાણા જિલ્લાના છેવાડાના ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં સેવાની ધૂણી ધખાવીને બેઠેલા આલોક રાય નામના વ્યક્તિને લોકો ‘દીનાનાથ’ ના નામથી ઓળખવા લાગ્યા છે. છેવાડાના વિસ્તારમાં જ્યાં ગરીબ અને દીન દુખિયા લોકોને તેમની જરૂરિયાત મુજબની સુવિધા નથી મળતી તે અપાવવા માટે આલોક રાય સતત પ્રયત્નશીલ રહેતા હોવાની વાત અજાણી નથી. આલોક રાય લોક સેવાની સાથોસાથ ભારતીય સંસ્કૃતિને પણ જીવંત રાખવાના સતત પ્રયત્નો કરતા રહ્યા છે. બીજા અર્થમાં કહીએ તો મહેસાણા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં તેઓ દ્વારા કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓ આંખે ઉડીને વળગે તેવી છે.
મહેસાણા જિલ્લામાં આવેલા અર્વાચીન ભારતના ચેતના કેન્દ્ર વડનગર ખાતે આગામી તા. ૨૪ જુલાઈ રવિવારના સાંજે ચારથી છ વાગ્યાના સમય દરમિયાન પાલિકાના ટાઉનહોલ ખાતે સુદર્શન ન્યુઝ દ્વારા આયોજિત અને સમાજ રત્ન આલોક રાયના સથવારે જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સમારંભના અધ્યક્ષ તરીકેનું સ્થાન સ્વભાવશે. ઉપરાંત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દેશની રાષ્ટ્રવાદી ન્યુઝ ચેનલ ‘સુદર્શન’ના માધ્યમથી રાષ્ટ્રીય વિષયને લઈને જન સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાષ્ટ્ર ભક્તિ સાથે રંગાયેલા લોકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉપરાંત જન સંવાદ કાર્યક્રમમાં રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે સુદર્શન ચેનલના બૃહદ રિપોર્ટરો પણ ઉપસ્થિત રહેનાર છે.