Apna Mijaj News
Breaking Newsઅજીબ દાસ્તાં હૈ યે....

મહેસાણા ભાજપમાં અગડમબગડમ..!

પાલિકાની એક સમિતિના ચેરપર્સનને કોઈ કહેતું જ નથી કે લશ્કર ક્યાં લડે છે?

•’પ્રધાનમંત્રી આવાસ યોજના’ના ચેરપર્સનના હકનું કામ કોઈ તો આટોપી રહ્યું છે?

વોર્ડ નં.11ના નગરસેવિકાએ આખરે ભાજપની બેધારી નીતિથી કંટાળી રાજીનામું આપ્યું?

ભાજપની મહિલા ઉત્થાનની વાતો માત્ર કાગળ અને ભાષણો ઉપર, વાસ્તવિકતા અલગ !

 

સંજય જાની (અપના મિજાજ ન્યુઝ-અમદાવાદ)

      મહેસાણા નગરપાલિકા તાબાના વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને નગરસેવિકા બનેલા એક મહિલાને પાલિકાની “પ્રધાનમંત્રી આવાસ યોજના”ના ચેર પર્સન તરીકે મરદ મુછાળાઓએ નિયુક્તિ આપી દીધી. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ક્યાં અને કેવા પ્રકારની કામગીરી થાય છે? તે જાણવાનો અને પ્રધાનમંત્રી આવાસ યોજના સંબંધી કાર્યવાહીનો હક કોઈ બીજા ભોગવી રહ્યા હોય તેવી બાબત સપાટી ઉપર આવી છે. પક્ષમાં મહિલાઓને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અને તેમના ઉત્થાન માટે અનેક પ્રકારે કામગીરી કરવામાં આવે છે તેવી ભાજપના મરદ મુછાળા આગેવાનોની વાત માત્ર કાગળ ઉપર અને ભાષણ પુરતી સીમિત હોય તેની પ્રતીતિ મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપી નગરસેવક અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચેર પર્સનના રાજીનામાંથી ઉજાગર થઈ રહી છે. એટલું જ નહીં રાજીનામું આપનાર ચેર પર્સને જે કારણ દર્શાવ્યા છે તે મહેસાણા પાલિકામાં સત્તા ભોગવતા ભાજપના કહેવાતા નેતાઓને ઉઘાડા બરડે ચાબુકના ફટકા મારવા બરાબર સાબિત થઈ શકે તેમ છે.

     મહેસાણા પાલિકાના વોર્ડ નંબર 11ના નગર સેવિકા ભારતીબેન પંકજકુમાર ઠાકોર પાલિકા ગઠીત “સરદાર આવાસ યોજના” સમિતિના ચેર પર્સન છે. તેઓએ આજે તા.18 જુલાઈના પાલિકા પ્રમુખને સંબોધીને પોતાના ચેર પર્સનના હોદ્દા ઉપરથી રાજીનામું આપતા પોતાની હૈયા વરાળ ઠાલવી છે. જોકે બીજી રીતે જોઈએ તો તેઓએ ભાજપ શાસિત પાલિકામાં ચાલતી લાલિયાવાડીને ઉજાગર કરી છે. તેઓએ પોતાના રાજીનામામાં ઉલ્લેખ કર્યો છે કે, પોતે સરદાર આવાસ યોજનાના ચેરમેન છે. પરંતુ સરદાર આવાસ યોજના અંતર્ગત કરવામાં આવતી કામગીરીથી તેઓને અજાણ રાખવામાં આવે છે. સરદાર આવાસ યોજનાના મકાનોના કામ બારોબાર આપી દેવામાં આવે છે. એટલું જ નહીં પોતાના મતવિસ્તાર કે મહેસાણા શહેરમાં કયા સરદાર આવાસને મંજૂરી મળી છે?, ક્યાં આવાસના કામો બાકી રહે છે? આવાસ અંગે કેટલા અરજદારોની ફાઈલો પેન્ડિંગ પડી છે? તેની કોઈ જ માહિતી તેઓને આપવામાં આવતી નથી. જે તમામ બાબતોને લઈ તેઓને ચેરમેન પદ ભોગવવાનો કોઈ જ અધિકાર નથી તેવું માની તેઓ તેમના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. રાજીનામાંના પત્રની નકલ તેઓએ પાલિકાના મુખ્ય અધિકારી અને સરદાર આવાસ યોજનાના તમામ સભ્યોને પણ પહોંચતી કરી હોવાનું જાણવા મળ્યું છે.

•’સેનાપતિ’ બનાવ્યા પણ ‘લશ્કર’ ક્યાં લડે છે? તેની જાણકારી નથી, પાલિકાની આ તે કેવી રાજ કરવાની (અ)નીતિ?

     પાલિકા દ્વારા વિવિધ સમિતિઓ બનાવી તેના ચેરમેન અને ચેર પર્સન તરીકે ચૂંટાયેલા સભ્યોને હોદ્દેદાર બનાવી દેવામાં આવે છે પરંતુ તે અંગેની કામગીરી અમુક ચોક્કસ ભેજાબાજ લોકો પોતાના હાથમાં લઈ લેતા હોવાની બાબત સરદાર આવાસ યોજના સમિતિના ચેર પર્સનના રાજીનામાં પત્રથી સંભવત સાબિત થઈ રહી છે. પાલિકા તંત્રની આ તે કેવી ‘રાજ’ કરવાની નીતિ છે કે તમે જેને જે બાબતના ‘સેનાપતિ’ બનાવ્યા છે તેને ખબર જ નથી હોતી કે તેનું લશ્કર ક્યાં લડે છે? બીજો પ્રશ્ન અહીં એ થાય છે કે જો પાલિકાની સરદાર આવાસ યોજના સમિતિના ચેર પર્સનને પોતાની સમિતિની કામગીરી અને કાર્યવાહી બાબતે કોણ અજાણ રાખે છે? સરદાર આવાસ યોજનામાં કયો વચેટીયો તમામ કામગીરીનું ‘રાજ’ છુપાવીને “રાજ (અ) નીતિ” કરી રહ્યો છે? આ બાબતની સ્પષ્ટતા જવાબદારોએ પોતાની નૈતિક ફરજ સમજીને કરવી જ રહી!

Related posts

કચ્છ કોંગ્રેસના લડાયક નેતાએ રાજીનામું કેમ આપ્યું?

ApnaMijaj

ભાઈ, ખબર પડી… ઊંઝામાંથી શું પકડાયું?

ApnaMijaj

વિકાસની દોટમાં ૭૫ ‘વૃક્ષનારાયણ’ની હત્યા !

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!