•શાળા પ્રવેશોત્સવમાં 72 ભૂલકાંએ શિક્ષણ જ્ઞાન મેળવવા પાટી- પેન પકડ્યાં
•ગામના આગેવાનો, રાજ્ય સરકારના અધિકારી કર્મચારીઓની હાજરીમાં ઉત્સવ
•શાળાના આચાર્યની મહેનત રંગ લાવી, રંગા રંગ કાર્યક્રમમાં બાળકો, ગ્રામજનો ઝુમ્યા
સંજય જાની અપના મિજાજ ન્યુઝ અમદાવાદ
બાવળા તાલુકાના નાંનોદરા ગામની પ્રાથમિક શાળામાં રંગે ચંગે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શાળાના ધોરણ એકમાં કુલ 72 બાળકોએ હર્ષો ઉલ્લાસભેર પ્રવેશ લીધો હતો. જેમને ગામના સરપંચ તરફથી સ્કૂલબેગની ભેટ આપવામાં આવી હતી. ધો.૩થી૮ ના બાળકો પ્રથમ નંબરે પાસ થયા હતા તેમનું અને શાળામાં સો ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. દાતાઓના સહયોગથી ધોરણ ૧ના તમામ બાળકોને શિક્ષણ સંબંધિત તમામ સાહિત્યની ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગાંધીનગર સ્થિત ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિકારી કુ. કે.એચ. પાઠક મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકો અને બાલિકાઓએ સ્વાગત ગીત, તેમજ સાંસ્કૃતિક કલા અભિનય દ્વારા ઉપસ્થિત તમામ લોકોના હૃદય પ્રફુલિત કરી દીધા હતા.
કાર્યક્રમમાં ગામના સરપંચ, તાલુકા પંચાયતના પદાધિકારી, ગામના આગેવાનો, યુવા કાર્યકર ભાઈ બહેનો, વડીલો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ શાળાના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ, સી.આર.સી કો-ઓર્ડીનેટર જીતેશ પંચાલ સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓની મુલાકાત લઇ તેમની સાથે ચર્ચા કરી તેમના વિચારો જાણ્યા હતા. સાથોસાથ શાળાની એસએમસી કમિટી સાથે બેઠક કરી શિક્ષણ સહિતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળા પ્રાંગણમાં કુમરા રોપાનું વાવેતર કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
æ