Apna Mijaj News
Breaking Newsકામગીરી

ઊંઝામાં જીરુંની ફેક્ટરી ઉપર દરોડો

સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)

      ઊંઝામાં જીરોની એક ફેક્ટરી ઉપર ખોરાક અને ઔષધ નિયમન કચેરીના અધિકારી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. તંત્રના દરોડામાં જીરુ, વરિયાળી સહિત હજારો કિલોગ્રામ સામગ્રીનો જથ્થો પકડી પાડીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.

       ગાંધીનગર સ્થિત ખોરાક અને ઔષધ નિયમન કચેરીના સૂત્રોએ આપેલી વિગતો મુજબ ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર એસ.બી. પટેલ સહિતની ટીમે ઊંઝાના રામપુરા-ગંગાપુર રોડ ઉપર આવેલી મે. આર્મી એગ્રો નામની પેઢી ઉપર તંત્ર દ્વારા પાડવામાં આવ્યો હતો. પ્રતિક કુમાર દિલીપકુમાર પટેલની માલિકીની ગણાતી પેઢી ઉપરથી તંત્રએ જીરુ ૧૩,૮૬૦ કિ.ગ્રા. કિંમત રૂ.૯,૭૦,૨૦૦, વરીયાળીનું ભૂસું કિ.ગ્રા.૧૪,૪૦૦, કિ.રૂ. ૨,૧૬૦૦૦, ક્રીમ પાવડર કિ.ગ્રા. ૨૦૦ કિ.રૂ. ૨૦,૦૦૦ અને ગોળની રસી ૧૫ લીટર કિ.રૂ.૩૦૦૦ મળીને કુલ રૂપિયા ૧૨,૦૬,૨૦૦નો મુદ્દા માલ કબજે કરી લેબોરેટરી ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

      સમગ્ર બાબતે વિગતો આપતા મહેસાણા સ્થિત ખોરાક અને ઔષધ નિયમન કચેરીના ડેઝિગ્નેશન અધિકારી બી એમ ગણાવાએ કહ્યું હતું કે મે. આર્મી એગ્રો નામની પેઢી ઉપર દરોડો પાડી શંકાસ્પદ સંયુક્ત જીરૂ વરિયાળી સહિતની સામગ્રીનો કુલ ૩૦,૨૬૦ કિલોગ્રામનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જે શંકાસ્પદ જથ્થાના સેમ્પલ લેબોરેટરી ચેકિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઉપરાંત અહીંથી મળી આવેલ ગોળની રસીનો તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો છે. જો જીરું અને વરીયાળીનો જથ્થો ભેળસેળ યુક્ત હશે તો જવાબદાર સામે કાનૂની રાહ એ પગલા ભરાશે અને તેમાં તેમને છ મહિનાની જેલ અને પાંચ લાખ સુધીનો દંડ થઈ શકે તેમ છે.

Related posts

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Admin

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચની હાર-જીતમાં મોહી ગયેલો સટ્ટોડીયો મોહિતસિંહ આબાદ પકડાયો

ApnaMijaj

મહેસાણા પાસે યુવકને અંજલિએ કરાવી ખુજલી…!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!