Apna Mijaj News
Breaking Newsસફળતા

ભાઈ, ખબર પડી… ઊંઝામાંથી શું પકડાયું?

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસ.ઓ.જીએ ખેલ પાડી 30 લાખના ડ્રગ્સ સાથે બેને પકડી પાડયા

• રાજસ્થાનના બાડમેરનો શખ્સ નશીલો પાવડર વેચતો હોવાની બાતમી આધારે દરોડો

    ૧ આરોપી ૨૦ પોલીસ જવાનના ઘેરાવામાં…

• પોલીસ કાર્યવાહીમાં બે વ્યક્તિને ભાગેડુ જાહેર કરાયા, કુલ રૂ.૩૦,૯૧,૬૦૦નો મુદ્દામાલ કબજે લેવાયો

અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)

     મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા અધિક્ષકે આપેલી સુચના અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ કામગીરી કરી રહી હતી ત્યારે બાતમી આધારે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને ઊંઝા માંથી એસઓજીની ટીમે 30 લાખના ડ્રગ્સ સાથે એક શખ્સ અને એક સગીરને દબોચી લીધો છે.

        એસઓજીના પી.આઈ બીએચ રાઠોડેઆપેલી વિગતો મુજબ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ એટીએસ ચાર્ટર લગત કામગીરી કરી રહી હતી તે દરમિયાન હ્યુમન સોર્સના આધારે શાખાના હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલભાઈને બાતમી મળી હતી કે, ઊંઝા ગંજ બજાર પાછળના ભાગે આવેલ શ્રીજી ટ્રેડિંગની સામેની બંધ ફેકટરીના ધાબા ઉપર ઓરડીમાં રહેતા ગોદારા (જાટ) સદારામ ખેતારામ અને ગમડારામ ખેતારામ તેમના અન્ય સાગરિતો સાથે મળી નશીલા માદક પાવડરનું વેચાણ કરે છે. જેથી એસઓજીની ટીમે ગઈકાલે ગુરૂવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં બંધ ફેક્ટરીની ઓરડી ઉપર દરોડો પાડ્યો હતો. જ્યાં બે વ્યક્તિ પાવડર ભરેલી કોથળીમાંથી ચમચી વડે બીજી નાની કોથળીઓમાં પાવડર ભરી પેકિંગ કરતા હતા. જેમને પોલીસે પકડી પાડયા હતાં.
      એસઓજીની ટીમે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેનું નામ ભોજારામ ભુરારામ ગોદારા (જાટ) ઉ.વ.૨૨, રહે. સોડીયા,તા. ચોહટન બાડમેર રાજસ્થાન હાલ રહે, ઊંઝા જણાવ્યું હતું. પોલીસે તેની સાથે રહેલ એક સગીરની પણ અટકાયત કરી છે. પોલીસે બંને વ્યક્તિ પાસેથી મેકેડ્રોન (ડ્રગ્સ)ના સીલબંધ ડબ્બામાંથી કુલ ૩૦૬.૫૮કીલોનો જથ્થો કિં. રૂ. ૩૦,૬૫,૮૦ તથા રોકડ રકમ ૬,૮૦૦, પાંચ નંગ મોબાઈલ કિ. રૂ.૧૮,૫૦૦ વજન કાંટા સહિત કુલ રૂ. ૩૦,૯૧,૬૦૦નો મુદ્દામાલ કબજે લઇ પકડાયેલા બન્ને શખ્સો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પોલીસે આ ગુનામાં સતારામ ખેતારામ ગોદારા અને ગમડારામ ખેતારામને ભાગેડુ જાહેર કર્યા છે.

Related posts

આવો, આપણે સૌ મહેસાણા પોલીસને સલામ કરીએ

ApnaMijaj

ગુજરાત હાઈકોર્ટનું ચાઈનીઝ દોરી મામલે કડક વલણ, સરકાર સામે માંગ્યો ખુલાસો

ApnaMijaj

સ્ટેટ મોનિટરિંગ સેલે ‘કાળો માલ’ પકડ્યો !

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!