સંજય જાની (અપના મિજાજ- ન્યુઝ)
ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશન તાબાના વડતાલમાં નવીનગરી અને ખંભાતી ચાલી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. સેલની ટીમે અહીંથી જુગાર રમતાં 13 લોકોને પકડી પાડયા હતા. મહત્વની બાબત એ છે કે અહીં માણસો બોલાવી જુગાર રમાડતા ભીખા મણિલાલ પરમાર અને નંદાબેન પરમારની પોલીસે મુખ્ય આરોપી ઘણી ધરપકડ કરી છે.