હરિયાણાના કૈથલ બુઢા ગામના “સુલતાન” નામના પાડાએ તેમના માલિક નરેશ અને રાજેશને સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી. હવે, ‘રેશ્મા’ નામની ભેંસે નરેશ અને રાજેશને રેકોર્ડ બ્રેક દૂધ આપી પ્રસિદ્ધિ અપાવી છે. ‘રેશ્મા’એ ૩૩.૮ લિટર દૂધ આપી રાષ્ટ્રીય વિક્રમ સર્જી શ્રેષ્ઠતાનું સન્માન પણ મેળવ્યું છે.
ડેરી ફાર્મિંગ એસોસિએશન દ્વારા યોજવામાં આવેલા પશુ મેળામાં રેશ્માએ ૩૧.૨ લીટર દૂધ આપવા સાથે પ્રથમ સ્થાન સાથે ઘણા બધા ઇનામો મેળવ્યા હતા. રેશમાને દોહવા માટે બે માણસોની જરૂર પડતી રહી છે. કારણ કે, આટલું બધું દૂધ એક વ્યક્તિથી દોહવું મુશ્કેલી ભર્યું છે. ઘણા બધા ડોક્ટરોએ સાત વખત દૂધ કાઢ્યા બાદ નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા ૩૩.૮ લિટર દૂધ આપતી મુરૉહ નસલની રેશમા નામની ભેંસને રાષ્ટ્રીય વિક્રમ બનાવવાનો પુરસ્કાર અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું. આથી, રેશમા પ્રથમ ક્રમાંક મેળવી ઉત્તમ પ્રજાતિની ભેંસ સાબિત થઈ છે. ઉલ્લેખનીય છે કે રેસમાં આ દૂધમાં ફેટની સંખ્યા ૧૦ માંથી ૯.૩૧ જોવા મળી છે. “રેશમા” ના માલિકો નરેશ અને રાજેશને તેમના પાડા ‘સુલતાન’ ના મૃત્યુનું દુઃખ છે. પરંતુ રેશ્મા અને સુલતાન ઉપર ગર્વ પણ છે.