Apna Mijaj News
Breaking Newsસપાટો બોલી ગયો

કલોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ કેમ દોડી?

લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો

જીઆઇડીસી એરીયામાં પોલીસની કાર્યવાહી

• આઠ શખ્સો વોન્ટેડ જાહેર કરાયા

સંજય જાની- અમદાવાદ (અપના મિજાજ)

      રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે જ્યારથી જાંબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયની નિમણૂક કરવામાં આવી છે તે બાદ રાજ્યભરની પોલીસ સાબદી બની ગઈ છે. રાજ્યભરના પોલીસ મથકના જવાબદાર પોલીસ અધિકારીઓમાં સસ્પેન્ડ થઈને ઘર ભેગા ન થવું પડે તે અંગેનો છુપો ડર તેમને સતાવી રહ્યો છે. પોતાના તાબામાં આવતા વિસ્તારમાં દારૂ-જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ સ્ટેટ વિજિલન્સ ટીમ પકડી ન પડે તે માટે જે ધંધાર્થીઓને પણ ગેરકાયદે વેપલા બંધ કરી દેવા માટે આંખ લાલ કરીને આદેશ આપી દેવામાં આવ્યા છે. આ બધા વચ્ચે આજે કલોલ તાલુકાના સાંતેજ પોલીસ મથક તાબાના રકનપુરમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડીને લાખો રૂપિયાનો વિદેશી પ્રકારનો ભારતીય બનાવટનો દારૂ પકડી પાડતા સાંતેજ સહિત કલોલ તાલુકામાં આવેલા પોલીસ મથકના જવાબદારોમાં સળવળાટ ઉભો થયો છે.

        સાંતેજ પોલીસ સ્ટેશન તાબામાં આવતા રકનપુર ગામની જીઆઇડીસીના પ્લોટ નંબર 494 /1 માં આવેલી ભાગ્ય લક્ષ્મી એસ્ટેટ એકમમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સૂચનાથી ડીવાયએસપી કેટી કામરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ બી રાણા સહિતના સ્ટાફે દરોડો પાડી ઓગણીસો ૪૨ નંગ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો કિંમત રૂપિયા 7.78 લાખ, મોબાઈલ ફોન સહિત 7.84 લાખનો કુલ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
      દરોડામાં પોલીસે બાબુરામ ચૌધરી રહે. સેટેલાઈટ અમદાવાદ, હેમારામ કરનારામ રહે. બાડમેર, નિતીન રહે. સરદારનગર, સાવન રહે.સરદારનગર, ઇમરાન રહે. બાપુનગર, માઈકલ ઉર્ફે હિતેશ રહે. સરદાર નગર અમદાવાદને વોન્ટેડ જાહેર કર્યા છે.

Related posts

મહેસાણા ભાજપમાં અગડમબગડમ..!

ApnaMijaj

મહેસાણામાં જાતિવાદી ઝેર ભર બજારમાં ઓકાયુ

ApnaMijaj

મોદી વાત કરવા નથી માંગતા…!? શું ઇમરાનને ભૂલી ગયા હિના રબ્બાની ખાર? 

Admin

Leave a Comment

error: Content is protected !!