Apna Mijaj News
Breaking Newsભેદ ભરમ

કોઠના PHCમાં વિખેરાયો મેડિકલ વેસ્ટ : શું છે રહસ્ય?!

આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ વેસ્ટ જાહેરમાં કોણે ફેંક્યો? શું છે સમગ્ર માયાજાળ?

આ બાયો મેડિકલ વેસ્ટ રઝળતો મળ્યો

•સ્થાનિક પત્રકારોએ તંત્રની બેદરકારીનો પર્દાફાશ કર્યો, વિડિયો-ફોટોગ્રાફી કરાઈ

પોતાનું પાપ છુપાવવા પત્રકારોને નિશાન બનાવાયા

THO કહે છે, મેડિકલ વેસ્ટ અગાઉના અધિકારી ચૌહાણે ષડયંત્ર રચી ફેંકાવ્યો

• THO એમ પણ કહે છે કે પત્રકારોએ મેડિકલ વેસ્ટ પહેલા ફેંક્યો પછી વિડિયો રેકોર્ડિંગ કર્યું!

મેડિકલ ઓફિસરને પત્રકારોએ બેદરકારીથી અવગત કર્યા

DHO કહે છે THO સીસીટીવી ફૂટેજ સાથે પોતાનો રિપોર્ટ આપે પછી કાર્યવાહી થશે

સંજય જાની (અપના મિજાજ)

       ધોળકા તાલુકાના કોઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંકુલમાં બે દિવસ પૂર્વે જાહેરમાં વિખરાયેલ ઓ ઉપયોગમાં લેવાયેલો મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો. જે અંગેની જાણ અહીંના સ્થાનિક મીડિયા કર્મચારીઓને થતાં તેઓ આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા હતા અને સમગ્ર બાબત નો વિડિયો રેકોર્ડિંગ તેમજ ફોટોગ્રાફી કરી હતી. જ્યાં કહેવાય છે કે આરોગ્ય કેન્દ્ર નો કોઈ મહત્વનો સ્ટાફ પણ ફરજ ઉપર હાજર જોવા મળ્યો ન હતો. બીજી તરફ સંકુલમાં વેરવિખેર મેડિકલ વેસ્ટ પૈકી ઇન્જેક્શન એક નાની અંદાજે ત્રણ થી ચાર વર્ષની બાળા પોતાના મોઢામાં દબાવીને ચાવતી જોવા મળી હતી. એટલું જ નહીં સંકુલમાં દારૂની ખાલી બોટલો પણ જોવા મળી હતી જે તમામ બાબતોનું વિડિયો રેકોર્ડિંગ મીડિયા કર્મચારીઓએ કર્યું હતું અને આ અંગે અહીં આ મેડિકલ ઓફિસરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આ બાળા બાયોમેડિકલ વેસ્ટ મોઢામાં નાખી ચાવતી  નજરે પડી
      સમગ્ર બાબત અંગે ધોળકા સ્થિત તાલુકા આરોગ્ય અધિકારી મુનીરા વ્હોરાને પણ અવગત કરવામાં આવ્યા હતા. જેથી તેઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ સમગ્ર હકીકત જાણી હતી. જોકે આ અંગે તેઓએ કહ્યું હતું કે પોતે ત્યાં પહોંચ્યા ત્યારે કોઈ મેડિકલ વેસ્ટ તેમને ત્યાં જોવા મળ્યો ન હતો. આથી તેઓએ કોઠ ગ્રામ પંચાયતના સત્તાધીશોને સ્થાનિકે બોલાવી મેડિકલ વેસ્ટ વેર વિખેર પડયો હોવાના બનાવ બાબતે પંચનામા સહિતની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે સમગ્ર બાબતમાં મીડિયા કર્મચારીઓ ઉપર તાલુકાના મુખ્ય અધિકારીએ ગંભીર આક્ષેપો મુકતા આ મુદ્દો હવે કોઈ ચેપી રોગની જેમ વકરી ચૂકયો છે. બીજી તરફ તાલુકા આરોગ્ય અધિકારી તેમજ સ્થાનિક મેડિકલ ઓફિસરના બચાવમાં અહીંના ગ્રામ પંચાયતના સત્તાધીશો પણ મેદાનમાં આવ્યા છે અને તેમાંના અમુક લોકોએ જણાવ્યું હતું કે અમો જ્યારે અહીં પહોંચ્યા ત્યારે કોઈ મેડિકલ વેસ્ટ જોવા મળ્યો નથી. જોકે મીડિયાના કર્મચારીઓએ અહીં ફોટો અને વીડિયોગ્રાફી કરી ત્યારે હરકતમાં આવેલા આરોગ્ય કેન્દ્રના સફાઈ કામદારોએ સંકુલમાં વેરવિખેર પડેલો મેડિકલ વેસ્ટ થેલામાં ભરી તેનો વહીવટ કરી દીધો હોવાના પણ વિડિયો રેકોર્ડિંગ મીડિયા કર્મચારીઓ પાસે ઉપલબ્ધ છે. સમગ્ર બાબત નું વિડિયો રેકોર્ડિંગ તેમજ ફોટોગ્રાફ્સ મીડિયા કર્મચારીઓ અહેવાલ રૂપે પ્રસિદ્ધ કરતા હવે આ મુદ્દે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને સમગ્ર આરોગ્ય તંત્ર મેડિકલ વેસ્ટ અહીં કોણે નાખ્યો તેવા રહસ્ય સાથે પોતાને બચાવ માટે આમથી તેમ દોડીને ઉંધામાથે થયું છે.
કોણ છે આ બે લોકો જેણે મેડિકલ વેસ્ટનો વહીવટ કર્યો

તાલુકા આરોગ્ય અધિકારીનું ભમી ગયું, પ્રથમ મીડિયાકર્મીઓ પછી પૂર્વ આરોગ્ય અધિકારી ઉપર સનસનીખેજ આક્ષેપ

       આ અંગે “અપના મિજાજ” ન્યુઝ સાથે વાત કરતા તાલુકા આરોગ્ય અધિકારીએ કહ્યું કે, મારી પાસે જ્યારે સમગ્ર બાબત આવી ત્યારે હું આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગઈ હતી જ્યાં મને કોઈ મેડિકલ વેસ્ટ રઝળતો જોવા મળ્યો ન હતો. પરંતુ જે વિડીયો ફોટોગ્રાફ સામે આવ્યા છે અને સમાચાર રૂપે પ્રસિદ્ધ કરાયા છે જેથી અમે મીડિયા કર્મચારીઓ સામે માનહાનિનો દાવો કરવાના હતા કારણ કે મીડિયા કર્મચારીઓએ પ્રથમ મેડિકલ વેસ્ટ આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં નાખ્યો અને બાદમાં તેની વિડીયો અને ફોટોગ્રાફી કરી છે. એટલું જ નહીં તેમણે અહીંના પૂર્વ આરોગ્ય અધિકારી ચૌહાણ નામના વ્યક્તિ ઉપર પણ આ બાબતે આક્ષેપ કરતા કહ્યું કે તેમની સામે કોઈ ઑફિશ્યલી કાર્યવાહી કરવામાં આવી હતી જેથી તેમની બદલી ભડિયાદ કરી દેવામાં આવી છે. જેમને અહીં પરત આવવાનું હોય તેમણે કોઈકના દ્વારા મેડિકલ વેસ્ટ નંખાવ્યો હશે અને બાદમાં મીડિયાને જાણ કરી સમગ્ર બાબત ઉપજાવી કાઢવામાં આવી છે. આમ તાલુકા આરોગ્ય અધિકારીની બે મોઢાની વાતથી તેમનું “ભમી” ગયું હોય તેવું જણાઈ આવે છે.
બેદરકારી નું આ ઇન્જેક્શન કોને વાગશે? સમય બતાવશે

આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર કહે છે મેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યો તે બાબતે પોતે અજાણ છે

     આ મુદ્દે અહીંના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે મીડિયા કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે પોતે અહીં હાજર નથી રહેતા પરંતુ હકીકત એ છે કે હું અને મારો સ્ટાફ આરોગ્ય કેન્દ્રમાં હાજર રહીએ છીએ. સંભવત ફરજના ભાગરૂપે ક્યારેક બહાર હોઈએ પરંતુ અહીં જે મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે તે કોણે નાખ્યો તેનાથી હું ખુદ અજાણ છું. કદાચિત એવું બની શકે કે મેડિકલ વેસ્ટ લેવા આવતા વાહનમાંથી તે નીચે પડી ગયો હોય અને કોઈનું ધ્યાન ન ગયું હોય.જ

મિ.THO મેડિકલ વેસ્ટ પત્રકારોએ નાખ્યો છે તો આપો પુરાવા?!

      સમગ્ર બાબતમાં મેડિકલ વેસ્ટ કોણે અહીં નાખ્યો તે કોઈ જાણતું નથી એટલે આ તમામ બાબત રહસ્યમય બની છે. આરોગ્ય અધિકારી સહિતના લોકો પત્રકારો અને પૂર્વ અધિકારી ઉપર આક્ષેપ કરે છે પરંતુ આ બાબત વધુ વકરે તે પહેલા તેની સત્ય હકીકત ઉજાગર કરવા આરોગ્ય વિભાગે આગળ આવવું જ પડશે, અને ખાસ કરીને પત્રકારોએ મેડિકલ વેસ્ટ અહીં નાખ્યા પછી વિડિયો રેકોર્ડિંગ કર્યું છે તે વાત તદ્દન પાયાવિહોણી સાબિત થઈ શકે તેમ છે. તેમ છતાં તાલુકા આરોગ્ય અધિકારી પાસે કોઈ પુરાવા હોય તો તેઓએ રજુ કરી દોષિત પત્રકારો સામે કાનૂની કાર્યવાહી કરવા આગળ આવવું જોઈએ. અન્યથા કાચના ઘરમાં રહી કોઈના પર પથ્થર મારવો એ શું છે એ આપ સારી રીતે જાણો છો.

તાલુકા આરોગ્ય અધિકારી સીસીટીવી સહિતના દસ્તાવેજ સાથેનો રિપોર્ટ આપશે પછી કાર્યવાહી: DHO

આ અંગે અમદાવાદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શૈલેષ પરમારે કહ્યું હતું કે કોઠા આરોગ્ય કેન્દ્રમાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં વેરવિખેર જોવા મળ્યો છે તે બાબત સત્યથી વેગળી છે. આવું કંઈ જ અહીં બન્યું નથી પરંતુ તેમ છતાં ધોળકાના તાલુકા આરોગ્ય અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સીસીટીવી ફૂટેજ સાથેનો રીપોર્ટ અહીં આપશે પછી જ નક્કી કરી શકાશે કે સત્ય હકીકત શું હતી અને તે બાદ જે કરવી પડતી હોય તે તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

મીડિયા કર્મચારીઓ પાસે આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લાલીયાવાડીના તમામ પુરાવા છે

     ધોળકા તાલુકા આરોગ્ય અધિકારી મુનીરા વ્હોરાએ મીડિયા કર્મચારીઓ સામે કરેલા આક્ષેપને લઈ સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. સમાજમાં બનતી ઘટનાઓ અને સરકારી કચેરીઓમાં ચાલતી લાલીયાવાડીને ઉજાગર કરી આ અંગે જનતા, સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવાનું કામ મીડિયા કર્મચારીઓ કરતા હોય છે. કોઠા આરોગ્ય કેન્દ્રમાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં વિખેરાયેલો જોવા મળ્યો હતો એટલું જ નહીં એક નાની બાળા વપરાયેલું પ્લાસ્ટિકનું ઇન્જેક્શન પોતાના મોઢામાં નાખી દાંત વડે ચાવતી પણ કેમેરામાં કેદ થઈ છે. એટલું જ નહીં શોય ભરાવી ઉપયોગમાં લેવાયેલા કેટલાય ઇન્જેક્શનો, એક્સપાયર ડેટ થઈ ગયેલા કોરોના વેક્સિન સહિતનો વેસ્ટ વેર વિખેર જોવા મળ્યો હતો. જે મીડિયા કર્મચારીઓએ પુરાવાના રૂપે પોતાના કેમેરામાં રેકોર્ડિંગ કર્યો છે. એટલું જ નહીં સમગ્ર બાબતને સમાચારના રૂપે પ્રસારિત કરવામાં આવતા બેબાકળા થયેલા તાલુકાના મુખ્ય આરોગ્ય અધિકારી પોતાની માનસિક સમતુલા ગુમાવી ચૂક્યા હોય તેમ વર્તી મીડિયા કર્મચારીઓએ મેડિકલ વેસ્ટ નાખ્યા પછી રેકોર્ડિંગ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ કરી તેમની સામે માનહાનિનો કેસ કરવા સુધીની ધમકી આપી ચોથી જાગીરના સંત્રીઓનો અવાજ દબાવવા પ્રયાસ કરી રહ્યા છે.

Related posts

જમ્મુ-કાશ્મીરના આ જિલ્લામાં લાદવામાં આવ્યું નાઇટ કર્ફ્યુ, 2 મહિના સુધી ચાલુ રહેશે

ApnaMijaj

ભારતીય મૂળની મનપ્રીત મોનિકા સિંહે અમેરિકામાં રચ્યો ઈતિહાસ, પહેલી શીખ મહિલા જજ બની

Admin

વિકાસની દોટમાં ૭૫ ‘વૃક્ષનારાયણ’ની હત્યા !

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!