Apna Mijaj News
"કર મેદાન ફતેહ"

વડનગરના હીરલ દેસાઈએ “હીર” ઝળકાવ્યુ

ઐતિહાસિક વડનગરમાં ગુજરાત ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડો.દીપિકા સરડવાના અધ્યક્ષથાને કાર્યક્રમો યોજાયા

કાર્યક્રમમાં 250 વિધવા બહેનોને સહાય 35 કુપોષિત બાળકોને કીટ અને 201 દીકરીઓને હુકમ પત્રનું વિતરણ કરાયું

વડનગર: (અપના મિજાજ)

    ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકવિધ લોક ઉપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા છે. સમાજના પછાત અને કચડાયેલા વર્ગ માટે કરવામાં આવતા કાર્યક્રમો માટે અલગ-અલગ મોરચા બનાવી તેમાં હોદ્દેદારોની નિમણૂક કરી વધુમાં વધુ લાભાર્થીઓને તેનો લાભ આપી શકાય તેવી નેમ સાથે અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે. તાજેતરમાં જ ઐતિહાસિક નગરી વડનગરના રહેવાસી રબારી સમાજના હિરલબેન પરેશભાઈ દેસાઈની પોલીસી એન્ડ રિસર્ચ ટીમના સભ્ય તરીકે પ્રદેશ કક્ષાએ નિમણૂક કરવામાં આવી છે. તેઓની આ નિમણૂકને ગુજરાત પ્રદેશ ભાજપના મોવડી મંડળ તેમજ મહિલા મોરચાના અધ્યક્ષા એ પણ સહર્ષ આવકારી છે. પોલીસી એન્ડ રિસર્ચ ટીમના સભ્ય તરીકે પાર્ટી કક્ષાએ કાર્ય કરવા કટિબધ્ધ બનેલા હિરલ દેસાઈએ પોતાના ઘર પરિવાર સમાજ તેમજ વડનગરનું નામ પોતાની આગવી કામ કરવાની પદ્ધતિથી ઉજાગર કર્યું છે. જેનો ભારતીય જનતા પાર્ટી અને રબારી સમાજ ગર્વ લઇ રહ્યા છે. બીજી તરફ કહીએ તો હિરલ દેસાઈએ પોતાની કાર્યપદ્ધતિ અને પ્રતિભા સાથે ખરા અર્થમાં વડનગર નું નામ રોશન કરી અહીંના તેઓ “હીર” બની રહ્યા છે. આજે તા.૨૯ મે રવિવારના વડનગરમાં યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના કાર્યક્રમમાં તેઓએ પછાત વર્ગની મહિલાઓના ઉત્થાન માટે અને પક્ષ માટે જે યોગદાન આપ્યું છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા ડૉ. દીપીકા સરડવા સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં હિરલ દેસાઈ એ સાબિત કરી આપ્યું કે તેઓ ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના હીર છે.

      ગુજરાત પ્રદેશ ભાજપના પોલીસી એન્ડ રિસર્ચ ટીમના મેમ્બર હિરલ દેસાઈ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં  નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર ખાતે પધારી રહેલા ડો.દીપિકા સરડવાજીના સન્માન સાથે અન્ય કાર્યક્રમ પણ યોજાયાં હતાં. શહેરના મુખ્ય હાઈવે ઉપરથી ભવ્ય રેલી સાથે ડૉ. દીપિકા સરડવાને વડનગર ખાતે સ્વાગત સાથે આવકારવામાં આવ્યા હતા.
         પાલિકાના ટાઉન હોલ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સૌ પ્રથમ શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના “મન કી બાત” કાર્યક્રમથી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જે બાદ વ્હાલી દીકરી યોજના અંતર્ગત 201 દીકરીઓને હુકમ પત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 250 વિધવા બહેનોને સહાય 35 કુપોષિત બાળકોને કીટ વિતરણ કરી હિરલ દેસાઈએ મધ્યમ વર્ગના લોકો સુધી સહાય પહોંચે તે સંકલ્પ સાથે વડનગરથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. પોલિસી એન્ડ રિસર્ચના મેમ્બર હિરલ દેસાઈના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકા સરડવાજીની હાજરીમાં હિરલ દેસાઈના જન્મદિવસની પણ ઊજવણી કરાઈ હતી.બપોરે 1 કલાકે સિવિલ હોસ્પિટલમાં ફૂટ વિતરણ અને ત્યારબાદ ડો.દીપિકાબેન સરડવા વડનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી.

રબારી સમાજની મહિલા આગેવાને પછાત વર્ગની મહિલાઓની ચિંતા સેવી મહિલા ઉત્થાનનું બીડું ઝડપ્યું 

      ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચામાં વડનગરના રબારી સમાજના મહિલા હિરલ દેસાઈની ગુજરાત ભાજપ પ્રદેશમાં નિમણુંક થયા બાદ હિરલ દેસાઈને ખાસ પછાત વર્ગની મહિલાઓના વિકાસ માટેની જવાબદારી ઉપાડી
તેની શરૂવાત પોતાના વતન વડનગરથી કરાઇ હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. આમ, રબારી સમાજમાંથી આવતા મહિલા અગ્રણીએ પછાત વર્ગની મહિલાઓના ઉત્થાન માટે બીડું ઝડપ્યું છે. જેમની ધગશથી આવનારા દિવસોમાં મહિલાઓ સફળતાના શિખરો સર કરશે તેવો આશાવાદ રખાયો છે.

આ મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, હિરલ દેસાઈને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા 

     પોગ્રામ ઉપસ્થિત મહાનુભાવ રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ સાગર રાયકાએ પણ ગુજરાત પ્રદેશ મહિલા મોરચામાં હિરલ દેસાઈને જવાબદારી મળી તે બદલ અભિનંદન પાઠવ્યા હતા અને હિરલ દેસાઈ સમગ્ર ગુજરાત રબારી સમાજનું ગૌરવ વધારસે તેવું પણ સાગર રાયકાએ કહ્યું હતું. કાર્યક્રમમાં પોલિસી એન્ડ રિસર્ચ સેલના સંયોજક હિરલ પરીખ. ડૉ કોમલ રાવલ. દર્શના પટેલ. ધર્મિષ્ઠા બારોટ. વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુ ભાઈ મોદી. નગર પાલિકા ઉપ પ્રમુખ કાનજી ભાઈ, પૂર્વ મામલતદાર શકરા ભાઈ, સંગઠન અને નગરપાલિકાના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું પણ હબ બન્યું

ApnaMijaj

કલોલ મહિલા સહાયતા કેન્દ્રની સરાહનીય કામગીરી

ApnaMijaj

ગાંધીનગર અભયમ બની અબળાની રક્ષક

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!