•એક માઇ ભક્તે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હૈયાવરાળ ઠાલવી
•અંબાજીનું પ્રશાસન ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું હોય તેવી સ્થિતિ
•વાહન પાર્કિંગ કરાવી પ્રસાદકીટના બહાને ભક્તો સાથે કરાય છે છેતરપિંડી
સંજય જાની (અપના મિજાજ)
વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી દર્શનાર્થે જતા ભક્તોને વાહન પાર્કિંગ કરાવ્યા બાદ પ્રસાદની કીટ આપીને સરેઆમ લૂંટ કરાતી હોવાનો આક્રોશ માઇભકતો ઠાલવી રહ્યા છે. બીજી તરફ અંબાજીમાં કાર્યરત પોલીસ સહિતનું પ્રશાસન ધૃતરાષ્ટ્ર ભૂમિકા ભજવી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. માતાજીને ચઢાવવા માટે પ્રસાદ વેચતા વેપારીઓ પોતાની દુકાન આગળ શ્રદ્ધાળુઓનું વાહન પાર્કિંગ કરાવી તેમને કેવી રીતે છેતરે છે તે અંગે નહીં એક પોસ્ટ એક માઇ ભક્તે સોશિયલ મીડિયામાં વાઇરલ કરી પોતાની હૈયાવરાળ ઠાલવી છે. એટલું જ નહીં વાઈરલ પોસ્ટમાં અંબાજી દર્શનાર્થે જતા અન્ય શ્રદ્ધાળુઓ કઈ રીતે ચેતે તેની પણ જાણકારી આપવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી પોસ્ટ “અપના મિજાજ”માધ્યમ દ્વારા અહીં કોપી કરીને મૂકવામાં આવેલી છે.
**************************************************