પડધરી તાલુકાના ધુનાના ગામે વસવાટ કરતા ગઢવી પરિવારના નિવાસ સ્થાને સ્થાપીત મા મોગલનો વાર્ષિકોત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ઈશરાણી પરિવારના કુળવધુ આણંદના સામરખા ગામેથી પરણીને આવેલા બે સગા બહેનો જાવુબા અને નાગબાઈ ચાર પેઢી અગાઉ પિયરથી મા મોગલને સ્વશ્રુર ગૃહે આરાધના કરવા માટે લઈ આવી સ્થાપના કરી હતી. જે પરંપરા બંને બહેનોના સ્વર્ગવાસી થયા બાદ પણ છેલ્લી ચાર પેઢીથી દર વર્ષે માતાજીનું નૈવેધ ધરી ઉજવણી કરવામાં આવે છે.
તાજેતરમાં તા. ૧૦/૦૫/૦૨૨ના વૈશાખ સુદ નોમના ધુનાના ગામે મા મોગલનો વાર્ષિક ઉત્સવ ઇશરાણી પરિવારના સમગ્ર ભાયાતોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં સ્વ. જાવુબા દેવીદાન ઇશરાણી અને સ્વ.નાગબાઈ શંભૂદાન ઇશરાણીના પરિવારજનો દ્વારા માતાજીના નૈવેધ સાથે હવન પૂજન કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ચાર પેઢી અગાઉ પિયર સામરખાથી બંને બહેનો જ્યારે વિવાહ કરી સાસરે આવ્યા ત્યારે મા મોગલને પૂજન અર્ચન માટે સાથે લાવ્યા હતા પરંતુ તેમની સ્થાપના સમયે ભુવાજી કરણીદાન રામદાન મહેડુએ શ્રીફળનો પડો તેમજ ચાંદીનું કડું મઢમા પ્રસ્થાપિત કરાયું હતું. જે બાદ દર વર્ષે છેલ્લી ચાર પેઢીથી સ્થાપિત માતાજીના નૈવેધ અને હોમ હવન દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.