•જેવું નામ એવા જ ગુણધર્મ ધરાવતા દિનેશ પટેલ માટે ‘સાધના’ એટલે જનસેવા
•ઊંઝા નગર સહિત તાલુકાભરના ગ્રામ્ય વિસ્તારમાં જનસેવા થકી થાય છે તેમનો જય જય કાર
•અંગત જીવન પણ જનસેવા, સમાજસેવા માટે સમર્પિત, માર્કેટિંગ યાર્ડ થકી પણ સરવાણી
•ખેતીપ્રધાન દેશના અસલી હીરો ખેડૂતો માટે પણ દિલમાં દયા અને મદદની ભાવનાનો થનગનાટ
સંજય જાની-અમદાવાદ (અપના મિજાજ)
એશિયાની સૌથી મોટી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે ઊંઝા. ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ઊંઝા નગરીના દોઢથી બે કિલોમીટરના વિસ્તારમાં જીરૂ વરીયાળીની સુગંધ અહીંથી પસાર થતાં લોકોના દિલો દિમાગને ખુશનુમા બનાવી દે છે. એવી જ રીતે અહીંની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દિનેશભાઈ પટેલની દિલદારી અને સામાજિક તેમજ જનહિતાર્થની સેવાકીય “સુગંધ” ઊંઝા નગર તેમજ તાલુકાભરના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતી પ્રજા એમાંય ખાસ કરી ખેતીપ્રધાન દેશના અસલી હીરો એવા ખેડૂતોના મુખડા મલકાવી મૂકે છે.
ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવીને સંસ્થાના ચેરમેન પદ પર બિરાજમાન દિનેશ પટેલ ખરા અર્થમાં મુઠ્ઠી ઉંચેરા માનવી સાબિત થયા છે. તેઓના જાહેર જીવનને પરે રાખીને વાત કરીએ તો પણ તેમની સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને ખાસ કરીને માનવીય સેવાનો મહાયજ્ઞ અખંડિત રીતે પ્રજ્વલિત રહ્યો છે. માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદ ઉપર બિરાજમાન થયા બાદ પણ અંગત જીવનની સેવાકીય પ્રવૃત્તિ સાથે તેઓએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માધ્યમથી પણ નિયમોનુસાર ફરજમાં આવતી તમામ સેવાકીય પ્રવૃતિઓને વેગ આપીને જરુરિયાતમંદ ખેડૂતો, વેપારીઓ તેમજ ગ્રામજનોના હિતાર્થે અનેકવિધ પ્રેરણાદાયી કાર્યો કર્યા છે જે ઊંઝા નગર અને તાલુકાભરના ગ્રામ્ય વિસ્તારોમાં ઉડીને આંખે વળગે તેવા છે.
રાજ્ય સરકારના સેવક તરીકે પોતાની ફરજ બજાવી ચૂકેલા દિનેશ પટેલ કોરોનાના કપરા કાળમાં પણ પોતાની દૂરંદેશીને કાર્યક્ષમ કરી માર્કેટીંગ યાર્ડના કુશળ વહીવટ કરતા હોવાનાનો પરિચય પણ સહકારી સંસ્થા સંબંધિત વિભાગો, ખેડૂતો, વેપારીઓ તેમજ રાજકીય નેતાગીરીને આપીને પ્રશંસા મેળવી છે. એટલું જ નહીં વિશ્વભરમાં જ્યારે કોરોના મહામારીએ સેંકડો લોકોને પોતાના ભરડામાં લીધા હતા ત્યારે પણ કપરી પરિસ્થિતિમાં ઊંઝા માર્કેટીંગ યાર્ડ તરફથી કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ દિનેશ પટેલને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
• જનસેવાના ટમટમતા ‘દિવડા’ ને બુઝાવવા અનેક પ્રયાસો થયા પરંતુ વિરોધીઓની આંધી અંધારું કરી ના શકી
માનવીય સેવાને પોતાની ‘સાધના’ માનતા દિનેશ પટેલ વિરોધીઓની નિમ્નકક્ષાના કાવા દાવા સામે પણ નિર્ભયતા પૂર્વક ઝઝૂમીને પોતાના સુકાર્યોના ‘દિવડા’ ને અખંડ રાખવામાં સફળ રહ્યા છે. સેવાકીય પ્રવૃત્તિના ટમટમતા દિવડાને બુઝાવી દેવા માટે અનેક વિરોધીઓ આંધી બનીને ત્રાટકયાં પરંતુ દિનેશ પટેલના પરદુઃખભંજન કાર્યોમાં અંધારું કરવા સફળતા મળી શકી નથી. લોકમુખે મળેલી વિગતો પ્રમાણે કહેવાય છે કે માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિનેશ પટેલ મોટા દિલ વાળો વ્યક્તિ પણ છે. જેણે પોતાના વિરોધીઓને પણ સસ્મિત આવકાર્યા છે. જેમના આ ગુણને હરીફો પણ સ્વીકારતા રહ્યા છે અને કહેવાય છે કે તેમના અમુક સેવાકીય કાર્યોમાં મદદરૂપ પણ બનતા રહ્યા છે.
• ખેડૂતો અને તેમના પરિવારજનોના ખરા અર્થમાં હામી બની રહ્યા apmc ચેરમેન
ઊંઝા માર્કેટિંગ યાર્ડ સાથે સંકળાયેલા ખેડૂતોને મસાલા પાકમાં ત્વરિત સહાય, ખેડૂતો વેપારીઓને કનડતા પ્રશ્નોનું પણ સંપૂર્ણ રીતે આયોજનબદ્ધ નિરાકરણ, ખેડૂતના અવસાન બાદ પણ તેમના પરિવારજનોને તાત્કાલિક સહાય વિતરણ સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર રહેતા ચેરમેન દિનેશ પટેલ ખરા અર્થમાં ખેડૂતો અને તેમના પરિવારજનોના હામી બની રહ્યા છે. એટલું જ નહીં કપરી પરિસ્થિતિમાં રાશન કીટ, ખેડૂતોને તાડપત્રી, મુજબના ખેત ઓજાર સહિતની અનેક મદદ પહોંચતી કરવા માટે પલભરનો પણ વિલંબ તેમના દ્વારા કરવામાં આવ્યો નથી અને એટલે જ ઊંઝા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર વર્તુળોએ દ્વિતીય વખત તેમને પોતાના ચેરમેન તરીકે સ્વીકાર કર્યા છે.
•જેવું નામ તેવા જ ગુણધર્મ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ધરાવતા હોવાનું તેમનું વ્યક્તિત્વ
દરેક વ્યક્તિના નામનો કોઈ એક અથવા તેનાથી વધુ અર્થ નીકળતો હોય છે. સંભવત નામને અનુકૂળ ભાગ્યે જ કોઈ વ્યક્તિ પોતાનો ગુણધર્મ ધરાવતો હોય છે. એવી જ રીતે ઊંઝા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પોતાના નામ “દિનેશ” અને અર્થ પ્રમાણે ગુણધર્મ ધરાવતા હોવાનું તેમની કાર્યપ્રણાલીથી સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.
“દિનેશ” નો અર્થ ‘અસ્થિર’, ‘સચેત’, ‘સક્રિય’, ‘ગંભીર’, ‘સક્ષમ’, ‘સ્વભાવગત’, ‘ખુશખુશાલ’, ‘મૈત્રીપૂર્ણ’, ‘નસીબદાર’, ‘સર્જનાત્મક’, ‘ઉદાર’ અને આધુનિકતા જેવા થાય છે.