•એટીએસ અને કોસ્ટ ગાર્ડનું અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન
• રૂ. ૨૮૦ કરોડનું હેરોઈન વહન કરવાનો પ્રયાસ નાકામ બનાવાયો
•પાકિસ્તાની બોટને વધુ તપાસ માટે જખૌ લાવવામાં આવી
રાકેશ કોટવાલ: ભુજ-અપના મિજાજ
કચ્છના મધ દરિયામાં કરોડો રૂપિયાનું હેરોઇન વહન કરવાનો કારસો ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે નાકામ બનાવી પાકિસ્તાની બોટ અલ હજને પકડી પાડી છે. એજન્સીઓએ પકડી પાડેલી બોટ અને વધુ તપાસ માટે જખૌ લાવવામાં આવી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. બોટમાં કૂલ ૦૯ ક્રૂને પણ પકડી પાડવામાં આવ્યા છે. બોટમાંથી કુલ ૫૫ કિલો હેરોઇન પકડી પાડવામાં આવ્યું છે. એજન્સીના જોઈને ભાગી રહેલી બોટને રોકવા મધ દરિયામાં ગોળીબાર કરવાની ફરજ પડી હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે.
કચ્છના અરબી સમુદ્રમાં અંદાજે રૂપિયા ૨૮૦ કરોડનું હેરોઈન અને વહન કરવાની પાકિસ્તાની બોટ દ્વારા પેરવી કરાઈ રહી હતી ત્યારે જ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. એટીએસ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં હેરોઈન વહન કરતી બોટને ભારતીય એજન્સીથી બચાવવા માટે પાકિસ્તાન તરફ દરિયામાં ભગાવી મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરંતુ એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે બોટને પકડી પાડી હતી. બોટમાં તપાસ કરતા બોટમાંથી અંદાજે રૂપિયા ૨૮૦ કરોડનું હેરોઈન પકડાયુ છે. ભારતીય એજન્સી દ્વારા પાકિસ્તાની બોટને જખૌ ખાતે વધુ તપાસ માટે લઈ આવવા એજન્સી મધ દરીયેથી નીકળી ચૂકી હોવાના અહેવાલ સાંપડયા છે.
• કોંગી અગ્રણી અર્જુન મોઢવાડિયાનું તીખુ ટ્વીટ