અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાંકરિયા પાસેના પુષ્પકુંજ AMTS બસ સ્ટેન્ડ પરથી “શુક્લ દાદા ચોક” નામ હટાવી દીધું. એટલું જ નહીં BRTS બસમાંથી પણ નામ હટાવી દીધું.
સ્વાતંત્ર્ય સેનાની “શુક્લ દાદા”ના નામને કાયમ રાખી “સન્માન” પરત આપવા તેમના ૮૫ વર્ષીય પૌત્ર ખાઈ રહ્યા છે ભાજપ સરકારના મંત્રીઓના કાર્યાલયના ધક્કા… તેમની સાથે વાત કરી તો વાર્તા મળી કુહાડી અને લાકડાના હાથાની… ક્યાંક વાંચ્યું છે કે એક કુહાડી ઝાડ કાપી રહી હતી અને ઝાડને પૂછતી હતી તને વેદના નથી થતી? પરંતુ એ ઝાડે જવાબ આપ્યો……
તારામાં એટલી તાકાત નથી કે તું અમને કાપી શકે. પરંતુ તારી પાછળ જે હાથો છે તે અમારી જ્ઞાતિનો છે. જે તને મદદ કરી રહ્યો છે એટલે અમે કપાઈ રહ્યા છીએ…