Apna Mijaj News
જાગ્રૃત કદમ

સાયબર ક્રાઇમથી બચવા માંગો છો તો બની જાઓ જાગૃત

સાયબર ક્રાઈમને અટકાવવા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ એક્શનમાં

“સાયબર જાગૃતતા દિવસ” અંતર્ગત લોકોને કરાય છે સાયબર ક્રાઇમથી સાબદા

સંજય જાની (અપના મિજાજ)

        વર્તમાન પરિસ્થિતિમાં આવેલી ડિજિટલ ક્રાંતિને લઇ અસંખ્ય લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. બીજી તરફ સાયબર માફિયાઓ લાલચુ લોકોને પોતાની મીઠી વાતોમાં ભરમાવી તેમને લૂંટી રહ્યા છે. રાજ્યમાં વધી ગયેલા સાયબર ક્રાઇમને અટકાવવા માટે સરકારે જરૂરિયાત મુજબના વિસ્તારોમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકો ઉભા કરી સાઈબર ક્રાઈમનો ભોગ બનેલા નાગરિકોને ન્યાય અપાવવા માટે કવાયત હાથ ધરી છે. બીજી તરફ સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા અવરનેસ કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવી રહ્યા છે.

 

      સાયબર ક્રાઇમ અંગેના અપરાધીઓ સામે રક્ષણ મેળવવા તેમજ સાયબર અંગેની ગુનાખોરી ડામી દેવા માટે દેશમાં વસતા તમામ નાગરિકોને સાયબર ક્રાઇમ અંગેની સમજ મળે તેમ જ દરેક નાગરિક સાયબર ક્રાઈમ સામે પોતાનું રક્ષણ મેળવી શકે તે હેતુથી ‘સાયબર જાગૃતતા દિવસ’ અંતર્ગત અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસના મહાનિરીક્ષક વી. ચંદ્રશેખર, જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંગ યાદવે અમદાવાદના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવાના હેતુથી બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇસ્કોન ગ્રીન બંગ્લોઝ, ઘુમા સહિતના વિસ્તારમાં અવરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્યના સાયબર પ્રમોટર વિશાલકુમાર ભરતભાઈ શાહ (TRB) દ્વારા સોસાયટીના તમામ સભ્યો ખાસ કરીને બાળકો વડીલો તેમજ મહિલાઓને સાયબર જાગૃતિ અંગેની સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન એન નીનામા સહિતના અન્ય પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાયબર પ્રમોટર તેમજ પોલીસ અધિકારીએ સાયબર ક્રાઇમથી કઈ રીતે બચી શકાય તેમજ સાઇબર ક્રાઇમનો ભોગ બની ગયા પછી પોલીસ કઈ રીતે મદદરૂપ બની શકે છે તે અંગેની સમજણ આપવામાં આવી હતી.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ

ApnaMijaj

મનમાની કરતા શાળા સંચાલકોને સરકારનો ચૂંટીયો…

ApnaMijaj

અમદાવાદમાં જન આરોગ્ય સમીક્ષા બેઠક મળી

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!