Apna Mijaj News
APNA MIJAJ IMPACT

અપના મિજાજ”નો પડઘો:AMTSનો રફ ડ્રાઇવર સસ્પેન્ડ

•ઓવર સ્પીડ બસ હંકારતા મુસાફર યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને હોસ્પિટલમાં ખસેડવી પડી હતી

એએમટીએસમાં ફરિયાદો પછી કેવા પગલાં લેવાય છે તેની ફરિયાદીને જાણ કરાતી ન હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો

AMTS બસના ચાલકની શાન ઠેકાણે લાવો…

•”અપના મિજાજ” માં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્રે બસ ચાલક સામે કરેલી કાર્યવાહીની વિગત મુસાફર ફરિયાદી યુવતીને મોકલાઈ

કવિરાજ (અપના મિજાજ નેટવર્ક)

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બસના એક ચાલકે ઓવર સ્પીડમાં બસ હંકારી બસમાં મુસાફરી કરતી એક યુવતીને ઘાયલ કરી દીધી હતી. યુવતીએ બસ ચાલકને બસ ધીમી ચલાવવાનું કહ્યું પરંતુ નફ્ફટ ડ્રાઇવરે યુવતીની વાત ન માની કહી દીધું કે બસમાં ફરિયાદ નંબર લખ્યો છે. તમે ફરિયાદ કરી શકો છો. એટલે યુવતીએ સંબંધિત નંબર ઉપર કોલ કરીને પોતાની ફરિયાદ લખાવી હતી. ફરિયાદ લખાવ્યાના બે દિવસ બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ જ કાર્યવાહી કરી ન હતી. જે બાબત “અપના મિજાજ” ન્યુઝ નેટવર્કના ધ્યાનમાં આવતા આ અંગેનો આજે તા. ૨૮ માર્ચના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

       સમાચાર માધ્યમમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ તંત્ર સફાળું જાગ્યું હતું અને બેફિકરાઈથી ભયજનક રીતે બસ હંકારનાર એએમટીએસના ડ્રાઈવરને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બસમાં ગત તા. 30 માર્ચના સવારે અંદાજે 9. 25 વાગે તહેરીન શેખ નામની યુવતી લાલ દરવાજાથી સ્વસ્તિક ચાર રસ્તા તરફ જતી આરટીઓ રજીસ્ટર નંબર GJ 01 JT 6377 એએમટીએસની રૂટ નંબર TAM-18ની 65/1બસમાં બેસી સ્વસ્તિક ચાર રસ્તા જવા મુસાફરી કરી રહી હતી. તે દરમિયાન બસના ચાલકે ઓવર સ્પીડમાં આડી અવળી બસ ભગાડતા તેને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. એટલું જ નહીં ભયજનક રીતે માર્ગ ઉપર દોડતી બસને લઇ યુવતીને પેટના ભાગે પણ ઇજાઓ થતાં તેને ઊલટીઓ થઈ હતી. જે સંદર્ભે તેણે બસના ચાલકને બસ ધીમે ચલાવવા વારંવાર રજૂઆત કરી હતી પરંતુ નફ્ફટ ડ્રાઇવર યુવતીની એક વાત માન્ય ન હતો બસ હંકારે રાખી હતી. ઉપરથી ડ્રાઈવરે તેમને ક્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી નાખો તેવું કહ્યું હતું. ફરી દરમિયાન ઘાયલ થયેલી યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. કે યુવતીએ બસ પાછળ લખેલા ફરિયાદ નંબર ઉપર ફરિયાદ કરતા બે દિવસ સુધી તેની ફરિયાદ ધ્યાન ઉપર લેવામાં આવી ન હતી.
       એએમટીએસના બેદરકાર ડ્રાઈવર સામે ફરિયાદ કરવા છતાં કોઇ પરિણામ નહીં મળતાં યુવતીએ અપના મિજાજ ન્યુઝ નેટવર્કનો સંપર્ક સાધ્યો હતો. જેને લઇને અમોએ તે અહેવાલ વિડિયો સાથે લેખિત પ્રસિદ્ધ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સફાળા જાગ્યું હતું અને સંબંધિત ડ્રાઈવરને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરી તેનો રૂટ પણ બદલી દેવા સાથે ખાનગી કોન્ટ્રાકટરને દંડ ભરવા કાર્યવાહી કરી હોવાનો સંદેશો યુવતીના મોબાઈલ ફોન ઉપર મોકલી દેવામાં આવ્યો છે. આમ અપના મિજાજ ન્યુઝ નેટવર્ક દ્વારા એએમટીએસ બસમાં મુસાફરને પડેલી હાલાકીનો અહેવાલ પ્રસિદ્ધ કરાતા મુસાફરને ન્યાય મળ્યાનો સંતોષ થયો હોવાનું ફરિયાદી યુવતીએ જણાવ્યું હતું.

Related posts

અમદાવાદ જિલ્લામાંથી પકડાયો નશાનો કારોબાર

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!