• યુવતીને બુરખો પહેરાવવામાં આવતો, તાળાં મારી પૂરી રખાતી
• યાસરના પિતાએ પણ બળજબરીનો પ્રયાસ કર્યો હતો
•દીકરી પોલેન્ડ જવાની છે એવું માની પિતાએ ઘરેણાં ગીરવે મૂક્યાં
નડિયાદ: (અપના મિજાજ નેટવર્ક)
નડિયાદમાં લવ જેહાદની ચકચારી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અત્યાચારનો ભોગ બનેલી યુવતીએ દુબઈમાં ગાળેલા 15 દિવસ અને એ પછી નડિયાદ પરત આવ્યા બાદ ચાર મહિના સુધી વેઠેલી યાતનાઓ વિશે કાળજુ કંપાવી દે એવી હકીકતો રજૂ કરી હતી. અત્યાચારનો ભોગ બનનાર યુવતીએ આપેલા એક નિવેદન પ્રમાણે ધોરણ 12 અભ્યાસ કર્યા પછી મેં નર્સિંગનો અભ્યાસ કર્યો હતો. 2020ના નવેમ્બરમાં મને ફેસબુક પર યાસર પઠાણની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. મેં રિકવેસ્ટ એક્સેપ્ટ કરી નહોતી. એક દિવસ હું મારી મમ્મીને જૉબ પર મૂકીને પરત આવી ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. તેણે કહ્યું કે ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનાર હું જ છું. એ પછી તે જતો રહ્યો. બાદમાં તે મને એકલામાં મળવાની કોશિશ કરતો અને મારો પીછો કરતો. તે પછી તેણે મારો નંબર લીધો એ પછી અમે ફોન પર એકબીજા સાથે વાતો કરતા. તેણે પોતાની ઓળખ વણકર જ્ઞાતિનો હોવાની આપી હતી. વધુ વિગતો વર્ણવતા યુવતીએ કહ્યું કે, યાસરે મને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે ઇન્ડિયા છોડી વિદેશમાં રહીશું. બાદમાં તેણે મારી ઈચ્છા વિરુદ્ધ એકથી વધુ વખત જાતીય સંબંધ બાંધ્યો હતો. પોલેન્ડ જવા માટેના વિઝાના નામે તેણે મારી પાસેથી 5 લાખ રૂપિયા માગ્યા હતા. હું પોલેન્ડ જવાની છું એવું મારા માતા-પિતા માનતા હોવાથી જય કદમે પોલેન્ડનો બનાવટી વિઝા બનાવી આપ્યો હતો. જે મેં મારા માતા-પિતાને બતાવ્યો હતો. મારા માતા-પિતાએ ઘરેણાં ગીરવે મૂકીને પોલેન્ડ જવા માટે રકમ મને આપી હતી. બાદમાં યાસરે આપણે દુબઈ જઈએ ત્યાં હું કમાઈને વધુ પૈસા ભેગા કરીશ એમ કહીને દુબઈ જવાની વાત કરી. 2021માં 10 ઓક્ટોબરે તેણે મારી દુબઈની ટિકિટ કરાવી મને એકલી મોકલી હતી.
• દુબઈમાં 7 દિવસ મુસ્લિમ પરિવાર સાથે રહી, માતા-પિતા માનતા હતા કે હું કોલેજમાં છું: પીડિતા
અમદાવાદ એરપોર્ટ પર જય કદમ મને મૂકવા આવ્યો હતો. અને પરાગ રાજપૂત નામના એજન્ટે મને દુબઈ એરપોર્ટથી શારજહાના અરમાન સ્થિત અલ-મલીકા હોટલમાં સ્ટે આપાવ્યો હતો. હોટેલ પહોંચ્યા પછી પહેલા તો હું ડરી ગઈ હતી, બીજી તરફ મારું 2 જ દિવસનું બુકિંગ હોવાથી રિસેપ્શન પરથી મને રૂમ ખાલી કરવા ફોન આવ્યો હતો. જેથી મેં એજન્ટ પરાગને ફોન કરી અન્ય સ્થળ પર રહેવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. પરંતુ પરાગે મને જણાવેલ કે તમારા એજન્ટે જે રૂપિયા આપ્યા હતા, તે પૂરા થઈ ગયા છે. નાછૂટકે મેં પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા તે ડરી ગયો હતો અને શારજહાના યજમાન કરામા સ્થિત એક મુસ્લિમ પરિવારને ત્યાં લઈ ગયો હતો. જ્યાં હું 7 દિવસ મુસ્લિમ પરિવાર સાથે રહીં. મને ત્યાં જરાય ગમતું ન હતું, પરંતુ યાસરે થોડોક સમય વિતાવી લે, તેમ કહેતાં ગમેતેમ કરી દિવસ વિતાવ્યાં હતા. હું દુબઈ આવી હતી પણ માતા-પિતા એવું માનતા કે હું પોલેન્ડ છું.’
• હંમેશા પિતા મારા પર વિશ્વાસ કરતા હતા, કોલ ઉપર હું મજામાં છું તેમ કહી વાત ટૂંકાવી દેતી હતી
મારા પિતા મારી દરેક વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતાં હતા. દુબઈમાં વોટ્સએપ પર વીડિયો કોલિંગ ન થતું હોય હું ઓડિયો કોલ પર જ વાત કરતી હતી. દુબઈ પણ અને નડિયાદ આવી ગયા પછી પણ જ્યારે ફોન આવે ત્યારે મને સારું છું, મને ફાવે છે, હું મજામાં છું એમ કહીને વાત ટૂંકાવી દેતી. જેથી પરિવારજનોને કદી હકીકતની ખબર પડી ન હતી.
યાસરે દુબઈથી અમદાવાદની મારી ટિકિટ કરાવી હતી. 2021ની 5 નવેમ્બરે ભારત પાછી આવી. યાસર અને તેના પિતા જાબીરે મને રણમુક્તેશ્વર મહાદેવી મંદિર પાસે એક ભાડાના મકાનમાં રાખી હતી. ભાડાના મકાનમાં હું તમામ ઘરકામ કરતી અને યાસરને ખુશ રાખવાનો પ્રયાસ કરતી. પરંતુ ધીરે ધીરે યાસર અને તેના પરિવારની યાતનાઓ શરૂ થઈ. જબરદસ્તી મને બુરખો પહેરાવી ઘરમાં ગોંધી રાખતો હતો. તે ઘરની બહાર જાય તો પણ બહારથી તાળુ મારીને જતો હતો. યાસર મને ધર્મ અને જ્ઞાતિવાચક ગાળો બોલતો. ગુસ્સામાં તે મારી સાથે બિનકુદરતી સેક્સ કરી પીડા આપતો હતો.
• યાસરના ભાઈએ ગુપ્ત ભાગે અડકવાનો પ્રયાસ કર્યો, પિરિયડના સમયમાં પણ શારીરિક શોષણ થતું.
યાસરના પિતા જાબીરખાન અને ભાઈ ફૈઝલે વારાફરથી મારા ઘરે આવવાનું શરૂ કર્યું હતું. તે જે રીતે મારી સાથે વાત કરતા અને મારા શરીરને અડકવાનો પ્રયાસ કરતા તેને લઈ એક સ્ત્રી તરીકે હું તેમની માનસિકતા સમજી ગઈ હતી. જાબીરખાને મારી સાથે હાથ પકડી જબરદસ્તી ગુપ્ત ભાગે અડવાનો પ્રયાસ કરતાં મે જોર જોરથી બૂમો પાડતાં તેઓ ઘરમાંથી ભાગી ગયા હતા. યાસરની સેક્સ ભુખને કારણે તે મને પીરીયડના સમયમાં પણ બળજબરી કરી સેક્સ કરતો. જેના કારણે મને પ્રેગનન્સી રહીં હતી. મેં યાસરને વાત કરતા તેણે મને ગર્ભપાતની ગોળી આપી હતી. જે બાદ તેની માતા મને હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યા મારું નામ આયાતબાનુ તરીકે નોંધાવ્યું હતું. જ્યાં તપાસ બાદ પ્રેગ્નેન્સી નહીં હોવાનું જણાવ્યું હતું.
• તેના પરિવારે યાસર સાથે સંબંધ ન હોવાની નોટિસ બતાવી
યુવતી વધુમાં જણાવે છે કે, ‘એ પછી તા.25 ફેબ્રુઆરીના રોજ યાસર અચાનક ગુમ થઈ ગયો. જે બાબતે મેં તેના પિતાને ફોન કરી પૂછતાં તેમણે સબ્ર કર આવી જશે એમ કહ્યું હતું. પણ 28 ફેબ્રુઆરીના રોજ તેમણે મને નોટીસ બતાવીને કહ્યું કે અમારે હવે યાસર સાથે કોઈ સંબંધ નથી. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે તે તારો પતિ છે, તો તું જાતે તેને શોધી લે. એ પછી હું યાસર ગુમ થયાની ફરિયાદ નોંધાવવા નડિયાદ ટાઉન પોલીસ મથકે પહોંચી હતી.
પીડિતા કહે છે કે, ‘યાસર ગુમ થયાના એક સપ્તાહ હું એકલી રહી હતી. એ વખતે તેના પરિવારે મારા પર ઘણો અત્યાચાર ગુજાર્યો. હું ભોળાનાથની ભક્ત હોવાથી મારી પાસેનો ભોળાનાથનો ફોટો હતો, એ પણ તેમણે ફાડી નાખ્યો હતો. તેઓ મને બળજબરીપૂર્વક બુરખો પહેરાવતાં, નમાજ-કલમા પઢાવતાં. યાસરના ટેન્શનમાં હું આખું અઠવાડીયું જમી પણ નહોતી. યાસર ગૂમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ જ્યારે હું તેના ઘરે ગઈ ત્યારે તેના પરિવારે મને ઘરમાં ઘૂસવા દીધી ન હતી. મારા પર અપ શબ્દોનો વરસાદ વરસાવ્યો હતો. હું ખૂબ રડી હતી. મારાથી સહન ન થતાં મેં પાણી માંગતા તેના ઘરવાળાઓએ ઉપરથી ડોલ લબડાવી મને પાણી આપી બેઆબરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આખરે મેં હિંમત ભેગી કરી પોલીસમાં ફરિયાદનો સહારો લીધો હતો.
• યાસરપઠાણને શોધવા પોલીસે બે ટીમ બનાવી
પોલીસે ફરિયાદ બાદ પ્રથમ દિવસે જ યાસરના પરિવારના 7 સભ્યો અને પોલેન્ડના વિઝાની ફોટો કોપી બનાવનાર યુવક મળી કુલ 8ની ધરપકડ કરી જેલભેગા કરી દીધા હતા. જોકે મુખ્ય આરોપી યાસરખાન પઠાણ ફરાર હોઈ તેને ઝડપી પાડવા માટે પોલીસે 2 ટીમો બનાવી હોવાનું ડીવાયએસપી એસ.ટી.એસ.સી.સેલ કે.સી.પટેલે જણાવ્યું હતું. મહત્ત્વની વાત છેકે પોલીસ ફરિયાદ નોંધાઈ તે પહેલાની તા.25 ફેબ્રુઆરીથી જ યાસર ગુમ છે. જેને શોધવા માટે યુવતીએ પણ નડિયાદ ટાઉન પોલીસ મથકે અરજી કરી હતી.