Apna Mijaj News
Otherવિરાંજલી

મહેસાણામાં આપના ‘ભગત’ અને તેમની ટીમે “ભગતસિંહ”ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી

શહીદ દિન નિમિત્તે શહેરમાં આવેલા વીર ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરાઈ

આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શહીદ દિને નિર્દોષ પંખીડાઓની ચિંતા પણ કરાઈ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગગનવિહારી તરસ્યા ન રહે તે માટે લોકોને જાગૃત કરી કુંડા વિતરણ કર્યા

સંજય જાની (અપના મિજાજ)

     મહેસાણામાં આજે શહીદ દિન નિમિત્તે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હોઠ ઉપર મુસ્કાન ભરીને શહીદ થઇ જનારા વીરલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓએ દેશના શહીદોનું સ્મરણ કરી તેઓએ સોનાની ચીડીયા સમાન ભારત દેશને અંગ્રેજી શાસનમાંથી મુક્ત કરાવવા જે યાતનાઓ વેઠી, ભૂખ્યા તરસ્યા રહી દેશમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા વ્યૂહરચનાઓ ઘડી તેમજ જેલવાસ ભોગવીને મા ભારતીને ગુલામીમાંથી મુક્ત કરવા પોતાના પ્રાણ સમર્પિત કરી દીધા જે તમામ બાબતોને યાદ કરી શહેરમાં આવેલી વીર ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા.

         મહેસાણામાં શહીદ દિન નિમિત્તે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ભગત પટેલે તેમની ટીમના જીલ્લા મહામંત્રી કલ્પેશ પટેલ વકીલ, પ્રભાવી ભરત પટેલ સહિતના કાર્યકરોએ શહેરમાં આવેલ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી દેશના તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. પાર્ટીના કાર્યકરો શહીદ દિન યાદગાર બની રહે તે માટે લોકોમાં જાગૃતિ કેળવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વિના ટળવળતા ગગનવિહારીઓની પણ ચિંતા કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ શહેરીજનોમાં 200થી વધુ પાણીના કુંડા વિતરણ કરી લોકોને ઉનાળાની ગરમીમાં નિર્દોષ પંખીડા માટે પુણ્ય કમાવવા પ્રેરણા આપી હતી. એટલું જ નહીં તમામ કાર્યકરોએ પક્ષીઓને ચણ નાખી જીવદયા પણ દાખવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ નાગરિકોએ શહીદ દિન નિમિત્તે શહીદોનું સ્મરણ કરી તેમણે આપેલા બલીદાનને દેશવાસીઓ ક્યારે પણ નહી ભુલે તેવી વાત સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

Related posts

કોવિડમાં વધારા વચ્ચે ચીનના સ્મશાનગૃહમાં ભારે ભીડ, સેટેલાઇટ તસવીરોથી થયો ખુલાસો 

Admin

પત્રકારો અને સમાચાર એજન્સીઓના સંપર્કમાં છે ખાલિસ્તાની સંગઠનો, IBની ઈ-બુકમાં થયો ખુલાસો

Admin

પેરેન્ટિંગ ટિપ્સઃ જો બાળક જીદ્દી બની ગયું હોય તો આ પદ્ધતિઓ અપનાવો, ખોટી આદતો સુધરશે

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!