Apna Mijaj News
ભારે કરી ભઈ ભારે કરી

મહેસાણા પાલિકાના પ્રમુખ “બૂન” જુઓ તો ખરા, ચેટલાયના ‘ટોગા’ ચોટી જ્યા!

પાલિકા તંત્રએ રાજમહેલ રોડ ઉપર પાથરેલો ડામર લોકો માટે મુસીબત બની ગયો

અરે ભાઈ પકડજો મને...

માર્ગ ઉપરથી પસાર થતાં કેટલાય રાહદારીઓના ચપ્પલ ડામર ઉપર ચોંટી ગયાં

ડામરમાં ચોટી ગયેલાં પગરખા ખેંચવા કેટલાક દાઝ્યા, કેટલાંક લોકો ચપ્પલ મૂકી ભાગ્યા

સંજય જાની (અપના મિજાજ)

         મહેસાણા નગરપાલિકાના સત્તાધીશો કોઈને કોઈ બાબતોથી છેલ્લા દસ મહિનાથી વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. શહેરમાં શરૂ કરાયેલી સીટી બસ હોય, ગેરકાયદે બાંધકામો હોય, ફાયર એનઓસી હોય, ફાયર સ્ટેશનમાં નોકરીના મુદ્દે કટકી કરવાનો કેસ હોય કે પછી વિવિધ વિકાસ કામો માટે કરવામાં આવતી ટેન્ડરિંગ પ્રક્રિયા હોય જે તમામ બાબતોને લઈને વિખવાદ સર્જાતા રહ્યા છે. જોકે આ વિખવાદ પાછળ પાલિકાના ચૂંટાયેલા જન પ્રતિનિધિ જ જવાબદાર હોય તેવું નથી. પરંતુ કહેવાય છે કે પાલિકાની વિવિધ શાખામાં ફરજ બજાવતા બાબુઓ કોઈ કામ એવું કરી નાખે કે પાલિકાના માથે વિવાદની પીપૂડી વાગવા લાગી જતી હોય છે.
બળ્યું… કર્યું… કાળુ…કોમ… મારા… રો’યા..એ…
      મહેસાણા પાલિકા તાબામા તાજેતરમાં જ એક રાજકીય આગેવાનના પુત્ર દ્વારા એરોડ્રામ પાસે બિલ્ડીંગ બાંધકામનું કામ કરવામાં આવી રહ્યું છે. જે અંગે પાલિકા પાસેથી કોઈ જ મંજૂરી લેવામાં ન આવી હોય આ મુદ્દો જોર શોરથી શહેર ભરમાં ચર્ચાઈ રહ્યો છે. પરંતુ આતો ભાજપના ભક્ત એટલે દૂધે ધોયેલા છે એમ માનીને કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી આ પણ એક સનાતન સત્ય છે. બીજી તરફ શહેરના આંતરિક માર્ગો ખખડી ગયા છે. જ્યાં ડામર પાથરવા કે તેની મરમ્મત કરવા માટે પાલિકાના બાંધકામ વિભાગ પાસે સમય નથી. જોકે ધારદાર રજૂઆત હોય તો પણ ખખડી ગયેલા માર્ગો ઉપર થીગડા મારી કામગીરી કરી દેવાઈ હોવાનું દેખાડવામાં આવી રહ્યું છે.
રાહદારીઓ તો રાહદારીઓ દ્વિચક્રી વાહનો પણ સ્લીપ થયાં
       પાલિકાના બાંધકામ વિભાગે તાજેતરમાં જ રાજમહેલ માર્ગ પર સમારકામ હાથ ધરી ડામર પાથરીને માર્ગને ખુબસુરત બનાવવા પ્રયાસ કર્યો છે. પરંતુ અહીં બાંધકામ વિભાગના જવાબદાર કોઈ વ્યક્તિએ દોઢડ્હાપણ પણ એટલી હદે કરી નાખ્યું કે, જરૂરત કરતા વધુ ડામર માર્ગ ઉપર ઢોળી દીધો. પરંતુ હવે સમસ્યા એવી થઈ કે છેલ્લા બે દિવસથી સૂર્યનારાયણ પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યા છે. જેને લઈને રાજમહેલથી બસ સ્ટેન્ડ જવાના માર્ગે વધુ પ્રમાણમાં પડેલો ડામર ઓગળીને સીરો થઈ જતાં તે હવે રાહદારીઓ માટે આફત બની ગયો છે. અહીંથી પસાર થતાં રાહદારીઓના પગરખા પીગળી ગયેલા ડામરમાં ખૂંપી જતાં તેમના કદમ ચોટી ગયા હતા. ડામરમાંથી પગરખા બહાર કાઢવા કેટલાય રાહદારીઓ આકરી મથામણ કરે ત્યારે ડામરના ચક્રવ્યુમાંથી માંડ બહાર આવી શકતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં અમુક લોકોના પગરખા ડામરમાંથી બહાર નહીં નીકળતાં એમને એમ મૂકીને લોકો પોતાના પગ દઝાડતા પણ ચક્રવ્યુ ભેદીને માંડ બહાર નીકળ્યા હતાં અને સીધા નવા પગરખા લેવા દુકાનો અને લારીઓ પર દોડી ગયા હતા.
અલ્યા ભઈ…હારૂ થજો આ ડામર નોખવા વાળાનું..
      આમ, પાલિકાના સત્તાધીશોએ કરેલી ભૂલનો ભોગ આમ જનતાને બનવું પડ્યું હતું. જોકે ડામરમાં ‘ભરાઈ’ ગયેલા લોકો બહાર નીકળવા પ્રયાસ કરતા હતા ત્યારે દૂર ઊભેલા લોકો એ દ્રશ્યોની મજા માણતા પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં સ્થાનિકોના અમુક ઉદગારો તો એવા પણ સંભળાયા હતા કે ‘મહેસાણા નગરપાલિકાના પ્રમુખ બૂન, જુઓ તો ખરા તમે ચેટલાયના ટોગા ડામર રોડમાં ચોંટાડાઈ દીધા!’

Related posts

કડીનો નગરસેવક નાયક “ના લાયક”નીકળ્યો

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!