Apna Mijaj News
Breaking Newsચુકાદો

સાણંદ ત્રિપલ મર્ડરમાં આરોપીને ફાંસી :ગર્ભવતી બહેન અને બનેવીને 17થી વધુ છરીના ઘા ઝીંક્યા હતાં

મિર્ઝાપુર કોર્ટે 17 સાક્ષી તેમજ 63 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સજા ફટકારી

પહેલીવાર મિર્ઝાપુર કોર્ટે ઓનર કીલિંગના કિસ્સામાં ફાંસીની સજા ફટકારી છે

સંજય જાની (અપના મિજાજ)

        સાણંદમાં વર્ષ ૨૦૧૮મા બનેલા ત્રિપલ મર્ડર કેસમાં આજે મિર્ઝાપુર કોર્ટે આરોપી દેત્રોજ તાલુકાના કાંતિયા ગામના હાર્દિક પ્રહલાદભાઈ ચાવડાને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટે 17 સાક્ષી તેમજ 63 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સજા ફટકારી છે. આ કેસના સાક્ષીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે.
        માહિતી અનુસાર, આરોપી હાર્દિક ચાવડાએ તેની ગર્ભવતી બહેન તેમજ તેના બનેવીની હત્યા કરી હતી. બહેને પ્રેમ લગ્ન કર્યા હતા જે આરોપીને પસંદ ન આવતા હત્યા કરી હતી. ત્યારે આજે મિર્ઝાપુંર કોર્ટના જજ જે.એ.ઠક્કરે બહેન-બનેવી અને તેના ગર્ભમાં રહેલા શિશુની હત્યાના કેસમાં આરોપી હાર્દિકને ફાંસીની સજા ફટકારી છે. વર્ષ 2018 સાણંદમાં ત્રિપલ હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં આરોપી ભાઈએ બહેન અને બનેવી તથા બહેનના પેટમાં રહેલ ગર્ભને પણ છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. જે બાબતે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ મિર્ઝાપુર કોર્ટે આજે આરોપી હાર્દિક ચાવડાને પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખી આ કૃત્ય બદલ આકરી સજા કરી છે. કોર્ટે આ મામલે 17 સાક્ષી, 63 દસ્તાવેજી પુરાવાને આધાર રાખીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે.
ભાઈએ બહેનને 7 અને બનેવીને 17 ઘા માર્યા હતાં

       પ્રેમ લગ્ન કરનાર બહેનને ભાઈએ 7 અને બનેવીને 17 ઘા માર્યા હતા. હત્યા થઈ તે સમયે તેની બહેનના ગર્ભને 4 મહિનાનો સમય થયો હતો. જેથી આ કમકમાટી ભર્યા કિસ્સામાં કોર્ટે કડક સજા ફટકારી છે. સાથે જ મૃતક વિશાલના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર આપવાનો કોર્ટે આદેશ કર્યો છે. સાથે જ એક મહત્વપૂર્ણ સાક્ષી કે જે આ કેસમાં પીડિત તરીકે ગણી 50 હજારનું વળતર આપવાનો હુકમ કોર્ટે કર્યો છે.

Related posts

મહેસાણા ભાજપ જસ્ન મનાવે તે પૂર્વે કોંગ્રેસનું ચક દે…

ApnaMijaj

વિદેશી પક્ષીનું આગમન : ભરણ ગામના વિશાલ તળાવમાં વિદેશી પક્ષીઓનું આગમન

Admin

મહેસાણા ભાજપમાં અગડમબગડમ..!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!