Apna Mijaj News
મારામારી

સોહીલખાન દિવાલ પર થૂંક્યો તો પાડોશીએ ધીબી નાંખ્યો

•થૂંકવા પણ માફી માગી છતાં રહેમ ના કરવામાં આવી
•રાયતા સોહિલ ખાનની દીકરીને માથામાં પાઈપ ફટકારી
•ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી
કડી: (અપના મિજાજ નેટવર્ક)
    કડીના કસ્બા વિસ્તારમાં નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં મસાલો ખાઈને પાડોશીની દિવાલ ઉપર થૂંકવા બાબતે ત્રણ લોકોએ વ્યક્તિના ઘરે જઈ માર માર્યો હતો. આ માથાકૂટમાં વ્યક્તિની દીકરીના માથા ઉપર લોખંડની પાઈપ ફટકારી દેવાતાં તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બાદમાં હુમલો કરનારા ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં છે.
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા કસ્બા જુમ્મા મસ્જિદ પાસે રાયતા સોહિલ ખાન બપોરના સમયે પોતાના ઘરે જમી રહ્યા હતા.તે દરમિયાન ઘરની પાછળ રહેતા પઠાણ મુનાવર ખાન અને તેમની પત્ની પઠાણ મુલકિસબાનું અને તેમનો દીકરો ફૈઝાન ખાન ફરિયાદીના ઘરે આવી દીવાલ પર મસાલા ખાઈ કેમ થૂંકે છે તેમ કહી માર માર્યો હતો.
સમગ્ર મામલે દીવાલ પર મસાલો ખાઈને થૂંકનાર સોહીલ ખાને માફી પણ માગી હતી, એમ છતાં પાડોશીઓએ ઘરમાં ઘુસી તેને ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યાં લોખંડની પાઈપ મારવા જતા સોહીલ ખાનની દીકરી વચ્ચે આવી જતાં પાઈપ તેના માથામાં વાગી જતાં તે લોહીલુહાણ બની હતી. આ સમગ્ર મામલે હોબાળો થતા હુમલો કરનારા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.ઘાયલ દીકરીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટના અંગે મુનાવર પઠાણ, બિલકિસબાનું, અને ફૈઝાન ખાન વિરુદ્ધ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Comment

error: Content is protected !!