અમદાવાદમાં વર્ષ 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોની સજા મુદ્દે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. છેલ્લે બે દિવસથી કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી. વિશેષ અદાલતે દોષિતોના બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. પ્રોસીક્યુશન તરફથી દોષિતોને ફાંસીની સજાની માંગણી કરાઈ છે. સામે બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજાની માગણી કરાઈ છે. જેના કારણે હવે 18 ફેબ્રુઆરીના રોજ વિશેષ અદાલત દોષિતોને સજાની જાહેરાત કરશે. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હજુ 8 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. માસ્ટમાઈન્ડ ભટકલ બંધુઓ સામે ટ્રાયલ બાકી છે. ભટકલ બંધુઓ સીમી સંગઠનના આતંકીઓ હોવાનું ખૂલ્યું હતું.
26 જુલાઈ 2008નો શનિવારના દિવસે સાંજના 6.30થી 8.10 કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતુ. શહેરમાં એક બાદ એક 70 મિનીટમાં 20 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં 56 લોકોનાં મૃત્યુ અને 240 લોકોને ઈજા થઈ હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો અને આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી અને આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.
•વર્ષ 2008 બ્લાસ્ટ કેસમાં કોર્ટ 49 આરોપીઓને દોષિત અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં કોર્ટ 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે 28 આરોપીઓ સામે પૂરાવા નહિ મળતા કોર્ટે તેઓને છોડી મુક્યા છે.
• આ છે ચાર્જશિટના મહત્વના મુદ્દાઓ
– 1163 લોકોની જુબાની લેવામાં આવી – 1237 સાક્ષીઓ રજુ કરવામાં આવ્યા – 6000 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા – 9800 પેજની એક ચાર્જશીટ તૈયાર કરવામાં આવી – 51 લાખ પેજની 521 ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી -77 આરોપીઓ વિરુદ્ધ 14 દિવસ બાદ સુનાવણી પુર્ણ – 7 જજ બદલ્યા અને કોરોનામાં પણ ડે ટુ ડે સુનાવણી કરાઈ