Apna Mijaj News
Breaking Newsસફળતા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચની હાર-જીતમાં મોહી ગયેલો સટ્ટોડીયો મોહિતસિંહ આબાદ પકડાયો

મેચના પાંચ દિવસ પહેલા રાજસ્થાનથી બંને સટ્ટો રમવાઅમદાવાદ આવ્યા હતાં
મીડિયા કર્મીના ખોટા પાસ બનાવી સ્ટેડિયમમાં પ્રવેશ્યા હતા, એક સ્થળ પરથી આબાદ પકડાયો
સ્ટેડિયમમાંથી ભાગી ગયેલા બીજા ઈસમને પોલીસ રાજસ્થાનથી ઉપાડી લાવી
ભાવિન બારોટ: (અપના મિજાજ ન્યુઝ-અમદાવાદ)
    ક્રિકેટ મેચ શરૂ થતાં જ સટોડિયા તત્વોમાં સળવળાટ થતો જોવા મળતો હોય છે. તાજેતરમાં અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત- વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ક્રિકેટ મેચમાં બનાવટી પાસ દ્વારા પ્રવેશી ગયેલા રાજસ્થાનના બે સટોડિયાને ચાંદખેડા પોલીસે આબાદ ઝડપી પાડયા હતા. જોકે પોલીસ કામગીરી વચ્ચે એક વ્યક્તિ ભાગી છૂટ્યો હતો. જેને બાદમાં રાજસ્થાનથી પકડી પાડી પોલીસે જરૂરી કાર્યવાહી આટોપ્યા બાદ તમામ વિગતો જાહેર કરી હતી.
       અમદાવાદ માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચમાં ચાલુ મેચે સટ્ટો રમાડતા બે બુકીને પોલીસે ઝડપી પાડયા છે. બંને આરોપી મેચના પાંચ દિવસ પહેલા રાજસ્થાનથી સટ્ટો રમવા આવ્યા હતા.જેને પગલે સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે. મેચ દરમિયાન ચાંદખેડા પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. તે સમયે એક શખ્સ સતત ફોનમાં વ્યસ્ત હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. તપાસ કરતા તેની પાસેથી સ્ટેડિયમનો પાસ મળી આવ્યો હતો, જે પાસમાં તેનું નામ મોહિતસિંહ રાજપૂત હોવાનું જાણવા મળ્યું હતું. જો કે પોલીસને શંકા જતા પોલીસે તપાસ કરતા GCAએ કોઈપણ મીડિયાકર્મીને આ પ્રકારનો પાસ બનાવીને આપ્યો ન હોવાનું સામે આવ્યું હતું. યુવકની સઘન પુછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ ન આપતા યુવકની કડકાઈથી પુછપરછ કરી હતી. જેમાં તેણે પોતાના અન્ય એક મિત્ર નાસીરહુસેન ઉર્ફે ઉમાશંકર સાથે જયપુરથી પાંચ દિવસ પહેલા અમદાવાદ આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા સ્ટેડિયમમાં પ્રવેશવા માટે આરોપીઓએ જે નકલી પાસ બનાવ્યા હતા તે જયપુરનાં શહેનશાહ શુરીનખાને બનાવી આપ્યા હોવાનું સામે આવ્યું છે. આ આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે ફોનનો ડેટા મેળવવા  FSLની મદદ લીધી 
      પકડાયેલા આરોપીએ મેચમાં લાઈવ સટ્ટો રમવા આવ્યા હોવાની કબૂલાત કરી છે. મોહિતસિંહ અને નાસીરહુસેન જયપુરના વતની છે. મોહિતસિંહ પકડાતા નાસીર હુસેન ફરાર થઇ ગયો હતો, જેને પકડવા પોલીસે એક ટીમ જયપુર મોકલી હતી. જે તેને પકડીને અમદાવાદ લઈ આવી હતી. આરોપીઓએ ક્યાં ખોટા કાર્ડ બનાવ્યા અને આ મેચનો સ્કોર સહિતની માહિતી કોને કોને આપી છે તે માટે તપાસ તેજ કરી છે. આરોપીઓના ફોનનો ડેટા મેળવવા પોલીસે FSLની પણ મદદ લીધી છે.

Related posts

મહેસાણામાં જાતિવાદી ઝેર ભર બજારમાં ઓકાયુ

ApnaMijaj

ક્યાં સમજે થે, નહીં લોટેગે? : મીડિયા કવરેજ ગેરકાનુની છે કે પછી બેનર લગાવ્યા હતા તે?!

ApnaMijaj

બિહારી બબલીએ ‘કા બા’ ગાઈને ભાજપી ભડવીરોના ‘ગાભા’ કાઢી નાખ્યાં

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!