Apna Mijaj News
Breaking News

જયપુર પાસે અકસ્માતમાં ભાવનગર પોલીસના ચાર જવાનોના મોત

પોલીસ જવાનો દિલ્હીથી એક આરોપીને પકડીને ગુજરાત આવતા હતા

•પોલીસની કાર ઝાડ સાથે અથડાતા આરોપી સહિત પાંચ લોકોએ દમ તોડયો
જયપુર પાસેના શાહપુરા પાસે મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ ઘટના બની
સંજય જાની (અપના મિજાજ- અમદાવાદ)
       ભાવનગર જિલ્લાના ચાર પોલીસ કર્મચારીઓ ખાનગી વાહન દ્વારા એક આરોપીને પકડવા દિલ્હી ગયા હતા. દિલ્હીથી આરોપીને પકડી પોલીસ જવાનો ગુજરાત તરફ આવી રહ્યા હતા ત્યારે રાજસ્થાન જયપુર નજીકના શાહપુરા પાસે હાઇવે પર પોલીસ જવાનોની કાર એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ પડતાં ચાર પોલીસ જવાન સહિત એક આરોપીના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાના અહેવાલ મળ્યા છે. જોકે આ અંગે અપના મિજાજ ન્યૂઝને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે વિગતો આપતા કહ્યું હતું કે મોડી રાત્રે બે અઢી વાગ્યાના અરસામાં આ ઘટના બની છે. રાજસ્થાન પોલીસ તરફથી અમોને વહેલી પરોઢે ત્રણ વાગ્યે ગોઝારી ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

     ભાવનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ભીખુભાઈ બુકેરા, શક્તિસિંહ ગોહિલ, મનસુખ બાલધિયા અને ઈરફાન અગવાન એક ગુનાના તપાસના કામે દિલ્હી ગયા હતા. જ્યાંથી તેઓએ એક આરોપીની અટકાયત કરી ખાનગી કારમાં પરત ગુજરાત આવી ગયા હતા ત્યારે દિલ્હી જયપુર હાઇવે પર આવેલા શાહપુર નજીક તેઓની કાર કોઈ કારણોસર પ્રથમ ડિવાઈડર સાથે અને બાદમાં રોડના કિનારે ઉભેલા ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. તેજ ગતિએ ટરાયેલી કારનો કડૂચલો વળી ગયો હતો. કારની ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર ચાર પોલીસ કર્મચારીઓ અને એક આરોપીએ દમ તોડી દીધો હતો. મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના અંગે રાજસ્થાન પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કારમાં સવાર લોકોની ઓળખ પ્રાપ્ત થતા રાજસ્થાન પોલીસ તરફથી મધરાતે ત્રણ વાગે ભાવનગર પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ભાવનગર પોલીસના અમુક અધિકારીઓ રાજસ્થાન જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.
•ગુજરાત પોલીસ સહિત મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ
      ભાવનગરના ભરતનગર પોલીસ મથકના ચાર કર્મચારીઓના અકસ્માતમાં મૃત્યુ થયાના સમાચાર મળતા ગુજરાત પોલીસ સહિત મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઘટનાને લઇ પોલીસ વિભાગના whatsapp ગ્રૂપ તેમજ અન્ય સોશિયલ મીડિયા માધ્યમોમાં મૃતકના પરિચિતો, પોલીસ વિભાગના અધિકારી- કર્મચારીઓ તેમજ પત્રકારોએ દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરતા સંદેશા પાઠવી પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
અપના મિજાજ ન્યુઝ દુઃખની લાગણી અનુભવે છે
      રાજસ્થાનના જયપુર નજીક ગુજરાત પોલીસના ચાર જવાનોના ગમખ્વાર અકસ્માતમાં નિધન થયાના સમાચાર સાંભળી ‘અપના મિજાજ’ન્યુઝ વેબ પોર્ટલ અત્યંત દુઃખની લાગણી અનુભવી દિવંગત પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.

Related posts

વિદેશી પક્ષીનું આગમન : ભરણ ગામના વિશાલ તળાવમાં વિદેશી પક્ષીઓનું આગમન

Admin

બિહારી બબલીએ ‘કા બા’ ગાઈને ભાજપી ભડવીરોના ‘ગાભા’ કાઢી નાખ્યાં

ApnaMijaj

ગાંધીનગર LCBનુ ઢીસુમમ…૩૩ પેટી “માલ” પકડ્યો

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!