Apna Mijaj News
Breaking Newsસફળતા

કલોલમાંથી બેટરી ચોરનારા બે શખ્સોને તાલુકા પોલીસના ડી સ્ટાફે દબોચ્યા

કલોલમાં છાપરામાં રહેતા દાહોદ ગોધરાના શખ્સો પાસેથી ત્રણ બેટરી કબજે લેવાઈ
•કુલ ૧૨ હજારના મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપીઓને શહેર પોલીસના હવાલે કરાયા
સંજય જાની:
          ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ મિલકત સંબંધિત ગુનાના શોધી કાઢવા માટે આપેલી સૂચનાના અનુસંધાને કલોલ તાલુકા પોલીસ મથકના ડિટેકશન સ્ટાફ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે છેલ્લા કેટલાક દિવસોથી કલોલમાં બેટરી ચોરીને અંજામ આપતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે આ ગુનામાં બે લોકો પોલીસ પકડથી દૂર છે. જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
     જિલ્લા પોલીસ અધિક્ષકે આપેલી સુચના અનુસાર કલોલ તાલુકા પોલીસ મથકના ડિટેકશન સ્ટાફના પીએસઆઇ એમ એચ દેસાઈ, ડી ડી ચૌધરી, એ.એસ.આઇ વિજયસિંહ બનવારીલાલ, હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ઘનશ્યામસિંહ, કોન્સ્ટેબલ વિજયસિંહ પૃથ્વીસિંહ, નાગજીભાઈ બળદેવભાઈ, નારાયણસિંહ ભગવાનસિંહ, રાકેશસિંહ દિલીપસિંહ, અમિતકુમાર બાબુભાઈ સહિતના લોકો પેટ્રોલિંગમાં હતા ત્યારે પીએસઆઇ એમ એચ દેસાઈ ને બાતમી મળી હતી કે કલોલ શહેરી વિસ્તારમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતા શખ્સોએ પલસાણા રોડ ઉપર આવેલ પંચામૃત ફલેટની બાજુમાં કાચા છાપરામાં ચોરી કરેલી બેટરીઓ સંતાડી રાખેલી છે.
          પોલીસે બાતમી આધારે કાચા છાપરા માં દરોડો પાડી બીજલ સબુરભાઇ વાદી અને અર્જુન ઉર્ફે અજય ભીમાભાઇ રાઠવાને પકડી પાડયા હતાં. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પોલીસ પકડથી દૂર ભાગી ગયા હતા. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી 12 હજારની કિંમતની ત્રણ બેટરીઓ કબજે કરી કાનૂની કાર્યવાહી કરી હતી. પકડાયેલા શખ્સોએ કલોલ શહેરી વિસ્તારમાં ગુનો આચર્યો હોઈ બન્ને શખ્સોને શહેર પોલીસ મથકના હવાલે કરી ભાગી છૂટેલા બે શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અંતરંગ સૂત્રોએ આપેલી વિગતો મુજબ ચોરીના ઈરાદે ફરતા શખ્સોને અમુક રહીશોએ પકડી પાડી મેથીપાક ચખાડ્યો હતો. જેમાં ચોર શખ્સોને માથા ચહેરા અને હાથના ભાગે ઇજાઓ પહોંચેલી છે. એટલું જ નહીં બેટરી ચોરીને અંજામ આપતાં મુખ્ય શખ્સો પોલીસ પકડથી દૂર છે. જેઓ પોલીસના હાથે પકડાઈ ગયેલા શખ્સોને બેટરી ચોરી માં મદદગારી માટે રાખ્યા હતા અને તેમના માટે તેમને 1000 રૂપિયા મહેનતાણુ આપવામાં આવતું હોવાનું ખુલ્યું છે.

Related posts

IND Vs AUS: નાગપુર ટેસ્ટમાં કેએલ રાહુલ નહી કરે વિકેટકીપિંગ, આ ખેલાડીને મળશે જવાબદારી

Admin

અમેરિકામાં એર મિશન સર્વિસમાં ખરાબી, વિમાન સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત

Admin

અમદાવાદ ગ્રામ્ય SOGએ રાજસ્થાની વેપારી પાસેથી 12.65 લાખ પડાવનાર 5ને દબોચ્યા

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!