Apna Mijaj News
સફળતા

કટ્ટરવાદી શબ્બીરે ગોળી મારી કિશન ભરવાડની હત્યા કરી: બેની ધરપકડ, 9 દી’ના રિમાન્ડ મંજૂર 

અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી શાહઆલમમાં મળ્યા હતાં

બન્ને મૌલવીની મુલાકાતમાં શબ્બીર પણ હાજર હતો, મૌલવીના ભાષણો કાતિલ નીકળ્યા
શબ્બીર ચોપડા
અમદાવાદ: સંજય જાની
      અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવાનના હત્યા કેસ મામલે કટ્ટરવાદી વિચારધારા ધરાવતા બે યુવાનોને પોલીસે દબોચી લીધા છે. આ અંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે વિગતો આપતા કહ્યું કે, હત્યા કેસમાં પકડાયેલા આરોપી શબ્બીરે અમદાવાદના મૌલવી ઐયુબને કહ્યું હતું કે, કિશને જે ફેસબુક પોસ્ટ મુકી છે એ મને નથી ગમ્યું, જેથી સબક શીખવવો છે, મને હથિયાર આપો. જેથી મૌલવીએ પિસ્ટલ અને કાર્ટીસ આપ્યા હતા. હત્યા કેસના આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા(રહે.મલવતવાડા, ધંધુકા)અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ(રહે. કોઠીફળી,ધંધુકા)ની ધરપકડ કરવામાં આવી છે. મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલા(રહે. જમાલપુર, અમદાવાદ)ની પણ અટકાયત કરાઈ છે. હત્યા કેસના આરોપી સબીર અને ઇમ્તિયાઝને  ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં તેઓના નવ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા સંદર્ભે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી પરિવારજનોને ઝડપથી ન્યાયની ખાતરી આપી હતી.
શબ્બીરે ફાયરિંગ કર્યું, ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો
   25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપી શબ્બીરે ફાયરિંગ કર્યું હતું જ્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો.
ઈમ્તિયાઝ પઠાણ
FB પોસ્ટને લઈ હત્યાની ઘટનાને અંજામ અપાયો
    6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકી હતી. જેની 9 તારીખે ફરિયાદ અને કાર્યવાહી થઈ હતી. ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. આરોપી શબ્બીર કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. તે મુંબઈમાં મૌલવીને મળ્યો હતો. જેને અમદાવાદમાં જમાલપુરમાં ઐયુબ નામના મૌલવીને મળવા કહ્યું હતું.
શબ્બીરે મૌલવીને કહ્યુંને હથિયાર આપી પણ દેવાયું!
     અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી શાહઆલમમાં મળી ચુક્યા છે. જેમાં શબ્બીર પણ હાજર હતો. હત્યાના 5થી 6 દિવસ પહેલા શબ્બીર અમદાવાદ ગયો હતો અને તેણે મૌલવીને મળી ફેસબુક પર આ પોસ્ટની વાત કરી કહ્યું હતું કે આ ફેસબુક પર પોસ્ટ મૂકી એ મને ગમી નથી, તેને સબક શીખવાડવાનો છે. મને હથિયાર આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું.આ સંગઠન અને અન્ય મૌલવીઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઈમ્તિયાઝ શબ્બીરનો મિત્ર છે અને અન્ય યુવાનો સાથે પણ વાતચીત કરતો હતો.
શબ્બીરે મૌલવીનું ભાષણ સાંભળ્યું હતુંને વિચારો બદલાયા?
       શબ્બીરના નિવેદન મુજબ તેણે 1 વર્ષ પહેલાં મૌલવીનું ભાષણ સાંભળ્યું હતું અને પછી તેને મળ્યો હતો. મૌલવી ઐયુબ જમાલપુરમાં જ રહે છે અને વધુ પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેની કટ્ટરવાદી માનસિકતા છે. પોલીસ હવે તેના રિમાન્ડ મેળવી ફન્ડિંગ તેમજ અગાઉ આવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી છે કે કેમ? અને લોકોના વિચાર બદલવા અંગેની તપાસ કરવામાં આવશે.
• શબ્બીર ઇન્સ્ટાગ્રામ દ્વારા મૌલવીના સંપર્કમાં આવ્યો
મૌલાના મહંમદ અયુબ જાવરાવાલા પોલીસ સકંજામાં
     આરોપી શબ્બીર એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ એપ મારફતે મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. કટ્ટરવાદી વિચારધારા ધરાવતો શબ્બીર મુંબઈના મૌલવીને મળ્યો હતો અને તેણે અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી ઐયુબને મળવા કહ્યું હતું. મૂળ મૌલાના દિલ્હીનો છે અને મુંબઈ ખાતે મળ્યો હતો. પકડાયેલા શખ્સોએ આપેલા નિવેદન ટાંકીને પોલીસે દરેક દિશામાં તપાસનું પગેરું દબાવી રહી છે. પોલીસે હત્યા કેસમાં સંડોવાયેલા મૌલાના મોહમ્મદ અયુબ જાવરા વાલાની પણ મોડી સાંજે અટકાયત કરી લીધી હતી.
હત્યાની ઘટનાના પડઘા બોટાદ ,રાણપુરમાં પણ પડ્યાં
       ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાની ઘટનાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા છે. બોટાદ અને રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. એ ઉપરાંત રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કર્યો છે. હાલમાં રાણપુરમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
૨૦ દિવસીય દીકરીના પિતાના નામે સ્ટેચ્યૂ બનાવવા માગ
      આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધૂકા મૃતકનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારજનો સાથે બેઠક કરી હતી. મૃતક યુવાન અને 20 દિવસની દીકરીના પિતા કિશને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન એળે ના જાય, યુવાન અમર રહે એવા નારા લગાવાયા હતા. ધંધૂકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે, તેનું સ્ટેચ્યૂ બનાવવામાં આવે એવી પણ માગ કરવામાં આવી છે.

Related posts

બીજા લગ્ન કરવા બાળકી નડતરરૂપ બનતાં ઉનાવામાં તરછોડી દીધી’તી

ApnaMijaj

હે.. ‘ઈશ્વર’ ક્યાં ફસાયો! છત્રાલ લૂંટનો વધુ એક આરોપી પકડાયો

ApnaMijaj

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચની હાર-જીતમાં મોહી ગયેલો સટ્ટોડીયો મોહિતસિંહ આબાદ પકડાયો

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!