Apna Mijaj News
અન્યાય સામે અવાજ

સરકારની બેધારી નીતિ સામે મહેસાણા કોંગ્રેસના આગેવાનોએ બતાવ્યો આકરો મિજાજ: પોલીસને કહ્યું તમે ભાજપની નોકરી કરો છો કે પ્રજાની ?

•કોંગી કાર્યકરો કલેકટર કચેરી પ્રાંગણમાં ધરણાં ઉપર બેઠા હતાં
•સરકાર સામે આંદોલન કરવું હોય એટલે મંજૂરી લેવી પડે છે
• અધિકારીઓ કોરોનાનું બહાનું ધરી મંજૂરી આપતા નથી

મહેસાણા: (અપના મિજાજ નેટવર્ક)

       મહેસાણા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે કલેકટર કચેરીના પ્રાંગણમાં ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. કોંગી કાર્યકરોએ પોતાનો આકરો મિજાજ બતાવતાં કહ્યું હતું કે સરકાર આંદોલન-ધરણા માટે બેધારી નીતિ અખત્યાર કરી રહી છે. કોઈ મુદ્દે અન્યાય સામે અવાજ ઉપાડવા વિપક્ષ ધરણાનો સહારો લે તો સરકાર અને તેમના તંત્રના અધિકારીઓ covid guideline નું બહાનું ધરીને ધરણા-આંદોલન માટે ધરાર નનૈયો ભણી મંજૂરી આપતાં નથી. જ્યારે ભાજપના લોકો કોઈ ધારણા કરે તો તાત્કાલિક તેમને મંજૂરી આપી દેવામાં આવતી હોવાના આક્ષેપો કોંગી અગ્રણીઓએ કર્યા હતા.

સરકારની બેધારી નીતિનો વિરોધ કરવા માટે મહેસાણા કોંગ્રેસના આગેવાનો પ્રદેશ મહામંત્રી મુજબિલખાન પઠાણ, શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ ડૉ. મેઘાબેન પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ ડાભી, પ્રદેશ અગ્રણી કનુભાઇ મિસ્ત્રી, શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટ, સુનિલ પ્રજાપતિ, ગનીભાઇ લોદી અને ઉપપ્રમુખ તેજલ બેન કલેકટર કચેરીના પ્રાંગણમાં ભેગા થયા હતા. તમામે પોતાની વાત રજુ કરતા પ્રશાસને પોલીસ બોલાવીને તમામની સામે પગલા લીધા હતા. આ સમયે કોંગી અગ્રણીઓએ શોર મચાવી પેપર ફુટે તો આંદોલન નહીં કરવાના, અનેકવિધ રીતે કૌભાંડો થાય તેનો વિરોધ નહીં કરવાનો તેવા ઉચ્ચારણો કરતા પોલીસે બળજબરીપૂર્વક કોંગી અગ્રણીઓને પોલીસવાનમાં ધકેલી એ ડિવિઝન પોલીસ મથકે લઇ જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. આ સમયે કોંગ્રેસના એક કાર્યકર્તાએ પોલીસવાનમાં બેસવાની ધરાર ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે તમે લોકો ભાજપની નોકરી કરો છો, જનતાની નોકરી કરો. જોકે બીજી તરફ કોઈ પોલીસ કર્મચારી બોલ્યા હતા કે અમે સરકારની નોકરી કરીએ છીએ.
•ભાજપે કરેલા ધરણા સામે તંત્ર મૌન, કોંગ્રેસને મંજૂરી અપાતી નથી: ભૌતિક ભટ્ટ, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ
        આ અંગે મહેસાણા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટે કહ્યું હતું કે ખેડૂતો સાથે થઇ રહેલા અન્યાય, પાલિકા દ્વારા કરવામાં આવતી ગેરરીતિ, પેપર કાંડ સહિતના મુદ્દે મેં ઘણી વખત ગાંધીજીના સ્મારક પાસે ધરણા કરવા માટે ન્યાયિક રીતે વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગી છે. પરંતુ તંત્રના અધિકારીઓ કોરોના મહામારી અને તેની guidelineનું બહાનું ધરીને મંજૂરી આપતા નથી. જ્યારે ગત 7 તારીખે ભાજપના કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ગાંધીજીના સ્મારક પાસે જ ધરણા કાર્યક્રમ યોજયો હતો. જેની સામે પોલીસ કે વહીવટી તંત્રે કોઈ જ કાર્યવાહી હાથ ધરી નથી. આમ કાયદાના રક્ષકો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ બેધારી નીતિ અખત્યાર કરતા હોઈ આજે અમે ધરણા કાર્યક્રમ આપ્યો હતો. જે કાર્યક્રમને લઇ પોલીસે અમારી સાથે ઘર્ષણ કર્યું હતું. પરંતુ અમે ગઈકાલે પણ લડત આપતા હતા આજે આપીએ છીએ અને ભવિષ્યમાં આપતા રહીશું.
•સરકારે ન્યાયતંત્ર અને એકસરખું રાખવું જોઈએ: જયદીપસિંહ ડાભી,પૂર્વ પ્રમુખ નગરપાલિકા
         આ અંગે મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ ડાભીએ કહ્યું હતું કે પાલિકાના મુખ્ય અધિકારી પાસે અમોએ અમુક વિગતો માંગેલી છે જેનો જવાબ અમને આપવામાં આવતો નથી. આ અંગે અમે અનેક વખત કલેકટરને પણ રજૂઆત કરી છે અને તેમાં ન્યાય નહીં મળતાં અમે ધરણા કાર્યક્રમ માટે મંજુરી માંગેલ છે પરંતુ અમને કોવીડ ગાઇડલાઇનના બહાના કરીને ધરણા કાર્યક્રમ માટે મંજૂરી આપવામાં આવતી નથી. જ્યારે સત્તાપક્ષ ભાજપના કાર્યકર્તાઓ કોઈ ધરણા કે અન્ય કાર્યક્રમો કરે તો તેમને વગર મંજૂરીએ બધી છૂટછાટ આપી દેવામાં આવે છે. આમ સરકારની બેધારી નીતિ સામે અમારો સતત વિરોધ છે. ન્યાયતંત્ર તમામ માટે એક સરખું હોવું જોઈએ તેવું તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું.

Related posts

તા.૬, ૭ ફેબ્રુ.ના કોંગ્રેસ કરશે આ કામ…

ApnaMijaj

અંબાજીમાં શ્રદ્ધાળુઓને લૂંટતા દુકાનદારો સામે આક્રોશ

ApnaMijaj

AMTS બસના ચાલકની શાન ઠેકાણે લાવો…

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!