•વાળ અને મૂછ કાપવા માટે ઉપરી અધિકારીએ આદેશ કર્યો પણ નિર્દેશ નહી માનતા લેવાયા આકરા પગલા
•સહાયક પોલીસ મહાનિરીક્ષકના પાલન નહીં કરી પોલીસ કર્મચારીએ પોતાની હઠ જાળવી રાખી હતી
ભોપાલ: (અપના મિજાજ નેટવર્ક)
એક પોલીસ કોન્સ્ટેબલે પોતાના વાળ વધારે રાખ્યા હતા અને મૂછોની સ્ટાઈલ ભારતીય વાયુસેનાના જવાન અભિષેક જેવી રાખી હોવાની વાતને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીએ તેને વાળ કાપવા અને મૂછો સરખી કરવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ પોલીસ કોન્સ્ટેબલે તેઓના આદેશને નકારી દેતા આખરે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જોકે પોલીસ કોન્સ્ટેબલે પણ સસ્પેન્ડ થવાનો આદેશ સ્વીકારી લેતા તમામ બાબત ચર્ચાનું કેન્દ્ર બની હતી.
ભોપાલમાં પોલીસ કોન્સ્ટેબલ રાકેશ રાણા અહીંના વિશેષ પોલીસ મહાનિર્દેશકની ગાડી ચલાવે છે. ટર્ન આઉટ ચેક દરમિયાન ઉપરી અધિકારીના ધ્યાને આવ્યું હતું કે કોન્સ્ટેબલ રાકેશ રાણાના વાળ અને મૂછો વધેલા હતાં. જે કાપવા માટે તેઓને આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ તેઓએ તે આદેશનો અનાદર કરી વાળ અને મૂછો જેમ હતા તેમજ રાખ્યા હતા. જેથી સહાયક પોલીસ મહાનિરીક્ષક દ્વારા આદેશ લખવામાં આવ્યો હતો કે આ રક્ષક ચાલક ૧૫૫૫ રાકેશ રાણા એએમટી પુલના વાળ અને મૂછો વધેલા હતા તે તપાસ દરમિયાન મળી આવ્યું હતું જેને આદેશ કરવામાં આવ્યો હતો તેમ છતાં તેણે વાળ અને મૂછ કપાવ્યા ન હતા. જે યુનિફોર્મ સેવા શિસ્તની શ્રેણીના ભંગમાં આવે છે. તેઓની આ હરકતથી અન્ય કર્મચારીઓમાં પ્રભાવ પડે છે. આથી તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા હોવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે તેઓને જીવનનિર્વાહ આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
2 comments
તંત્રી શ્રી ને ધન્યવાદ આપનું આ સાહસ સામચારનું માધાય અપના મિજાજ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી કામના
આપ તમામ મિત્રો ના આશીર્વાદથી….