Apna Mijaj News
અન્યાય સામે અવાજજનતાનો અવાજ

કચ્છના દર્દ પીડિતોની દાસ્તાન સાંભળી અટલબિહારી બાજપાઈનો ‘દિવ્યાત્મા’ પણ આંસુ સારતો હશે!

•કચ્છ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને તબીબોનો મિજાજ જોઈને વધુ બીમાર પડી જાય તેવી હાલત
•રાજ્યના આરોગ્ય મંત્રી ગાંધીનગર છોડી ભુજની સિવિલ હોસ્પિટલમાં આકસ્મિક મુલાકાત લો વાસ્તવિકતા ખબર પડી જશે
•સિવિલ હોસ્પિટલના તબીબોને દર્દીઓ ભગવાનના રૂપે જુએ છે પરંતુ એ તબીબો માનવ કહેવાને પણ લાયક ન હોવાના આક્ષેપો

ભુજ: કચ્છમાં વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગયેલી જી કે જનરલ હોસ્પિટલને ઉભી કરવા માટે તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી બાજપાઈજીએ કચ્છની જનતા માટે ખાસ કિસ્સામાં સો કરોડ રૂપિયા ફાળવીને અધ્યતન હોસ્પિટલનું નિર્માણ કરી આપ્યું છે. કચ્છમાં વસવાટ કરતી ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા માટે આશીર્વાદરૂપ બનેલી સિવિલ હોસ્પિટલનો વહીવટ ‘વેચી’ દેવામાં આવતા હવે અનેકવિધ પ્રકારના રોગથી પીડિત કચ્છની જનતાને અહીં સારવાર લેવી કષ્ટદાયક થઇ પડી છે. હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી દર્દીઓને યેનકેન રૂપે પરેશાન કરવામાં આવી રહ્યાની ફરિયાદો વચ્ચે સો કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ અને જરૂરી ચિકિત્સાના સાધનો પણ ન હોવાની ફરિયાદો સામે આવી છે. એટલું જ નહીં તબીબો સહિત નો હોસ્પિટલ સ્ટાફ નાની નાની વાતમાં ગરીબ દર્દીઓને તતડાવી નાખતો હોવાની પણ ‘રાવ’ ઓછી નથી. દર્દથી પીડાતા દર્દીઓનો વલોપાત સાંભળીને કદાચ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈનો ‘દિવ્યાત્મા’ પણ આંસુ સારી લેતો હશે અને કહેતો હશે કે કચ્છની જનતાને dard દર્દ મુક્ત કરવા મેં જોયેલા સપનાઓને પાખંડીઓએ ચકનાચૂર કરી નાખ્યા છે.
અદાણી કંપનીને મેડિકલ કોલેજના નામે અને લોકોને સારી સુવિધા આપવાના બહાને હસ્તગત કરાયેલી હોસ્પિટલમાં તબીબો સહિતનો સ્ટાફ અહીં સારવાર લેવા આવતી દર્દ પીડિત જનતાના કાળજે ઘા મારી રહ્યો હોવાની અનેક ફરિયાદ ઉઠતી રહી છે. જિલ્લાના છેવાડાના ગામોથી અંદાજે સોથી દોઢસો કિલોમીટરનું અંતર કાપીને આવતી જનતા વહેલા પહોંચી વહેલા ઘરે પહોંચી જઈએ એ આશાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. વહેલી પરોઢે પાંચ વાગ્યાની બસ પકડી સાડા આઠ નવ વાગ્યાના અરસામાં હોસ્પિટલ પહોંચતો દર્દી કલાકો સુધી તબીબોની રાહ જોતો બેસી રહે છે. હોસ્પિટલના તબીબો પણ એટલી હદે નક્ટા છે કે તેમના નિયત સમય પર હોસ્પિટલ પોતાની ફરજ ઉપર પહોંચતા નથી. સવારથી ભૂખ્યો-તરસ્યો આવેલો દર્દી તબીબોની રાહ જોતો બેઠો હોય અને ‘સાહેબ’ આવે એટલે સ્વભાવિક રીતે પૂછી લે કે સાહેબ તમે ક્યાંથી આવી ગયા છીએ તમે બહુ મોડા આવ્યા તો એ તબીબ અને દર્દી અને હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં માત્ર પૂછવાનું કરનાર દર્દીને હડધૂત કરી નાખતા હોવાની પણ ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી છે.

•સંસ્થા કે ખાનગી હોસ્પિટલ કરતા પણ સરકારી કહેવાતી હોસ્પિટલ દર્દીઓ માટે મોંઘીદાટ છે: લખન ધુવા

સરકારી કહેવાતી અદાણી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા કચ્છના ગરીબ દર્દીઓને થતા અન્યાય સામે અવાજ ઉઠાવનાર લડાયક મિજાજ ધરાવતા બહુજન આર્મીના સંસ્થાપક તરવૈયા યુવાન લખન ધુવાએ હોસ્પિટલ સત્તાધીશો સામે રોષ ઠાલવતાં કહ્યું કે કચ્છ જિલ્લામાં આવેલી વિવિધ સંસ્થા અને ખાનગી હોસ્પિટલોમાં પણ સારવારના નામે ન લેવાતા હોય તે થોડી મોંઘી રકમ કચ્છની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી ખંખેરવામાં આવે છે. ગુજરાત સરકાર અને અદાણી સંચાલકો વચ્ચે થયેલા એમઓયુ, રાજ્યની વડી અદાલતે આ અંગે આપેલા ચુકાદામાં પણ કહ્યું છે કે અહીં સારવાર માટે આવતા દર્દીઓને પાસેથી એક પણ રૂપિયો લઈ શકાય નહીં પરંતુ લાલચી હોસ્પિટલ સંચાલકો ગરીબ દર્દીઓને આર્થિક રીતે નીચોવી રહ્યા છે. જોકે કચ્છની જનતા ને ન્યાય મળે તે માટે મારી લડત છેલ્લા કેટલાક સમયથી ચાલુ છે અને ચાલુ રહેશે. આખરે એક દિવસ એવો આવશે કે જનતા માટે લડાતી લડતમાં વિજય પ્રાપ્ત કરીશું.

•હોસ્પિટલ સંચાલકોએ આધારકાર્ડનો મનસ્વી નિયમ બહાર પાડ્યો

અદાણી હોસ્પિટલમાં સારવાર લેવા આવનાર દર્દીઓએ હવે પોતાનું આધારકાર્ડ હોસ્પિટલ સંચાલકોને બતાવવું પડે અને જે દર્દી પાસે આધાર કાર્ડ હોય તેમને જ કેસપેપર કાઢી આપવાનો મનસ્વી નિયમ હોસ્પિટલના સંચાલકોએ બહાર પાડયો હોવાની વાત સપાટી પર આવી છે. યેનકેન રૂપે હોસ્પિટલના સંચાલકો ગરીબ દર્દીઓને પરેશાન કરી રહ્યા છે. જિલ્લામાં રોજગારીની નવી તકો ઊભી થઈ છે એટલે અનેક પરપ્રાંતીયો અહીં પેટનો ખાડો પુરવા આવ્યા છે જેમની પાસે સંભવત રાસન કાર્ડ કે આધાર કાર્ડ ન હોય. પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો માનવતાને મારી નાખીને આવા દર્દીઓને પણ સારવાર આપવામાં નનૈયો ભણી લેતા હોવાના આક્ષેપો દર્દી વર્ગમાંથી ઉઠયા છે.

Related posts

માઉન્ટ આબુમાં એવું તે શું બન્યું કે ડ્રાઈવરોએ બદદુઆ આપી કે હોટલ સંચાલકના મૃત્યુ રોડ એક્સિડન્ટમાં થવા જોઈએ….

ApnaMijaj

તા.૬, ૭ ફેબ્રુ.ના કોંગ્રેસ કરશે આ કામ…

ApnaMijaj

કલોલમાં ચાર દી’ પૂર્વે જ નવા બનેલા આર.સી.સી રોડ ઉપરથી ભ્રષ્ટાચારના કાંકરા ઉખડ્યા

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!